મહીસાગરના વાંકા ગામમાં દબાણ મુદ્દે બબાલ, ગામ લોકોનો સવાલ નિર્દોષોના ઘર પર બુલડોઝર ચાલે તે કેટલું યોગ્ય?


  • Published By :
  • Published Date : 2023-05-25 10:19:15

દબાણો હટાવવા મુદ્દે અમરેલીના ભાજપના નેતા ડોક્ટર ભરત કાનાબારે થોડા દિવસો અગાઉ ટ્વીટ કર્યું હતું કે દબાણ થતું હોય ત્યારે સૂતા રહેતા તંત્રને અચાનક જ દબાણો હટાવવાનું જોશ ચડ્યું છે. જાણે યુદ્ધ  હોય તેમ પોલીસની ફ્લેગમાર્ચ થાય છે. પ્રાઈવેટ મિલકતને કે ટ્રાફિકને અડચણરૂપ ના હોય તેવા નાના ધંધાર્થીઓના લારી ગલ્લા હટાવવામાં કોઈ બહાદુરી નથી, ગરીબોની આજીવિકા છીનવી કોઈ શહેર સુંદર ના બની શકે.... આવા જ બનાવ પર જમાવટને પત્ર આવ્યો કે મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના વાંકા ગામમાં દબાણ હટાવવામાં પક્ષપાત થયો છે. દબાણ હટાવવાનું કહેનાર પણ ગામ લોકો હતા છતાં તેમનો આક્ષેપ છે કે જાણ વગર લોકોના ઘરો પર બુલ્ડોઝર ચાલ્યા છે અને જેની જમીન દબાણમાં ન હોય તેના ઘરો પર પણ બુલડોઝર ચાલ્યા છે. બુલડોઝર ચાલવા તો સારી જ વાત છે એમાં કોઈ શંકાને સ્થાન નથી. જે દબાણ કરે છે તેના ઘર પર બુલ્ડોઝર ચાલવા જ જોઈએ પણ જેણે દબાણ નથી કર્યા તેના ઘર પર બુલડોઝર ચલાવવા કેટલા યોગ્ય છે?  


સમગ્ર મામલો શું છે?


મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના વાંકા ગામમાં ગામતળમાં દબાણ થતું હતું.  ગામના લોકોએ સામે ચાલીને દબાણ હટાવવા માગ કરી હતી. ગ્રામ જનોનો આક્ષેપ છે કે અનેક રજૂઆતો બાદ પણ દબાણ દૂર ન થયું તો તે મુખ્યમંત્રી કાર્યાલય અને પ્રધાનમંત્રી કાર્યાલય જશે. અંતે તંત્ર પર પ્રેસર આવતા દબાણ હટાવાની કામગીરી કરવામાં આવી છે. ગ્રામજનોમાં અમુક લોકોની મિલિભગત હોવાના કારણે દબાણ થતા હતા અને દબાણ હટતા પણ નહોતા પણ જ્યારે દબાણ હટાવાનું શરૂ થયું ત્યારે કોઈને જાણ પણ ના કરવામાં આવી અને બુલડોઝર ચલાવાનું શરૂ થઈ ગયું. સર્કલ ઓફિસર કે મામલતદારની હાજરી વગર તલાટી કમ મંત્રી અને સરપંચના છોકરાએ બે કલાકમાં દબાણ હટાવ્યું. સામે ચાલીને જે લોકો દબાણ હટાવાનું કહેતા હતા તે લોકોના ઘર પણ આ દબાણમાં ગયા તેવો ગ્રામ જનોનો આક્ષેપ છે. ગ્રામજનોનું કહેવું છે કે કોઈ પણ માપણી વગર જ્યાં જ્યાં સામાન્ય લોકોએ કહ્યું ત્યાં દબાણ હટાવી દેવામાં આવ્યું છે. એક દિવસ પછી જોયું તો ખબર પડી કે 15 ફૂટ દબાણ હટાવાનું હતું અને 20 ફૂટ જેટલી જગ્યા પર બુલડોઝર ચાલી ગયા છે. ટૂંકમાં જેના ઘર બરોબર હતા અને જેણે દબાણ નહોતું કર્યું તેના ઘર પર પણ બુલડોઝર લાગ્યા છે. 


ગ્રામ જનોએ શું કહ્યું?


જમાવટે આ મામલે ખાનપુર તાલુકા વિકાસ અધિકારી કે આર ડામોર સાથે વાત કરી ત્યારે તેમણે જણાવ્યું હતું કે ગ્રામજનોના કહેવાથી જ દબાણ હટાવાયું છે અને માપણી બાદ જ કામગીરી કરવામાં આવી છે. ગ્રામ જનોએ પણ તંત્રની કામગીરીને સમર્થન આપ્યું છે. જો કે કેટલાક લોકોનું કહેવું છે કે દબાણ હટાવવા મુદ્દે વ્હાલા દવલાની નિતી અપનાવવામાં આવી છે. દબાણ કરે તેને હટાવવું જ જોઈએ તેમાં બે મત નથી પણ જે લોકોએ દબાણ કર્યું જ નથી તેના ઘર પર બુલડોઝર ચાલે તે કેટલું યોગ્ય કહેવાય તે મોટો સવાલ છે.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.