સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ બાબા રામદેવનો ખુલાસો, 'અમારી વિરૂધ્ધ ષડયંત્ર થઈ રહ્યું છે'


  • Published By :
  • Published Date : 2023-11-22 18:08:34

સુપ્રીમ કોર્ટે યોગ ગુરૂ બાબા રામદેવને ફટકાર લગાવ્યા બાદ આજે તેમણે હરિદ્વારમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજી ખુલાસા કર્યા હતા. સુપ્રીમ કોર્ટે પતંજલિને ચેતવણી આપી હતી કે જો તમે એલોપથી દવાઓ અંગે ખોટો અને ભ્રામક પ્રચાર કરશો તો તમને એક કરોડનો દંડ ફટકારવામાં આવશે. આ સમગ્ર મામલે બાબા રામદેવે કહ્યું કે અમે સુપ્રીમ કોર્ટનું  સન્માન કરીએ છીએ પરંતું અમે કોઈ ખોટો પ્રચાર કરતા નથી.


મેડિકલ માફિયાનો દુષ્પ્રચાર 


બાબા રામદેવએ કહ્યું કે 'મેડિકલ માફિયાઓ અમારી પાછળ પડ્યા છે, છેલ્લા પાંચ વર્ષથી તેઓ પ્રોપેગેંડા ચલાવી રહ્યા છે. તેઓ અમને સતત નિશાન બનાવી રહ્યા છે. અમે કોઈ ખોટો પ્રચાર કરતા નથી, ડોક્ટરોનો એક સમુહ સતત યોગ, આયુર્વેદ વિરૂધ્ધ પ્રચાર કરી રહ્યો છે. અમે ખોટા હોઈએ તો અમારા પર એક હજાર કરોડનો દંડ લગાવવામા આવે અને અમે મૃત્યુદંડ માટે પણ તૈયાર છીએ. ખરેખર તો સુપ્રીમ કોર્ટ તે લોકો દંડ ફટકારે જે ખોટો પ્રચાર કરી રહ્યા છે.'


શું છે સમગ્ર મામલો?


 ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન (IMA)એ સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરીને બાબા રામદેવની કંપની પતંજલી આયુર્વેદની તમામ ખોટી અને ભ્રામક જાહેરાતોને રોકવાની માગ કરી હતી. IMAનો આરોપ હતો કે બાબા રામદેવની કંપની પતંજલિ આયુર્વેદ તેની જાહેરાતો દ્વારા એલોપેથિક દવાઓ અને આધુનિક ચિકિત્સા પ્રણાલીઓ અંગે ખોટો અને ભ્રામક પ્રચાર કરે છે. આ મામલે સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટના ન્યાયાધિશ અહસાનુદ્દીન અમાનુલ્લાહ અને પ્રશાંત કુમાર મિશ્રાની બેન્ચે બાબા રામદેવની કંપનીને  તમામ ખોટી અને ભ્રામક જાહેરાતોનો રોકવા માટે આદેશ કર્યો હતો. બેન્ચે તેમ પણ કહ્યું કે જો આ જાહેરાતોનું પ્રસારણ ચાલુ રહેશે તો તેમના પર એક કરોડનો દંડ લગાવવામાં આવશે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?