જંતર-મંતર ખાતે ધરણા કરી રહેલા કુસ્તીબાજોના સમર્થનમાં આવ્યા બાબા રામદેવ, બ્રિજભૂષણ શરણ સિંહ વિશે બાબાએ કહી આ વાત!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-05-27 10:53:13

દિલ્હીના જંતર મંતર ખાતે છેલ્લા ઘણા સમયથી બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ ધરણા કરી રહ્યા છે. કુસ્તીબાજોની માગ છે કે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડ કરવામાં આવે તેવી માગ કરી હતી. બાબા રામદેવે કુસ્તીબાજોના સમર્થન આવી તેમણે કહ્યું કે કુશ્તી સંઘના પ્રમુખ પર યૌન ઉત્પીડનના ગંભીર આરોપો છે. તેમની તાત્કાલિક ધરપકડ થવી જોઈએ. દેશના પહેલવાનોનું આવી રીતે જંતર મંતર પર બેસવું અને કુશ્તી સંઘના અધ્યક્ષ પર યૌન શૌષણનો આરોપ લાગવો બહુ શર્મજનક વાત કહેવાય. આવા વ્યક્તિની ધરપકડ તરત થવી જોઈએ.


બાબા રામદેવે આપ્યું કુસ્તીબાજોને આપ્યું સમર્થન!

છેલ્લા ઘણા સમથી રાજધાની દિલ્હી ખાતે કુસ્તીબાજો ધરણા પ્રદર્શન કરી રહ્યા છે. બ્રિજભૂષણ શરણ સિંહ પર યૌન શૌષણનો આરોપ લગાવામાં આવ્યો છે. જંતર મંતર ખાતે ધરણા કરી રહેલા પહેલવાનોને મળવા અનેક રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓ આવ્યા હતા. પ્રિયંકા ગાંધી તેમજ અરવિંદ કેજરીવાલે કુસ્તીબાજો સાથે વાતચીત કરી હતી. ત્યારે પહેલવાનોના સમર્થનમાં બાબા  રામદેવ પણ આવ્યા છે. બાબા રામદેવે કહ્યું કે કુશ્તી સંઘના પ્રમુખ પર યૌન ઉત્પીડનના ગંભીર આરોપો છે. તેમની તાત્કાલિક ધરપકડ થવી જોઈએ. દેશના પહેલવાનોનું આવી રીતે જંતર મંતર પર બેસવું અને કુશ્તી સંઘના અધ્યક્ષ પર યૌન શૌષણનો આરોપ લાગવો બહુ શર્મજનક વાત કહેવાય. આવા વ્યક્તિની ધરપકડ તરત થવી જોઈએ.        


બ્રિજભૂષણ સિંહ પોતાના પર લાગેલા આરોપોને નકારી રહ્યા છે! 

બાબા રામદેવે ન માત્ર બ્રિજભૂષણના ધરપકડની માગ કરી હતી પરંતુ બ્રિજભૂષણ દ્વારા આપવામાં આવતા નિવેદનનોને લઈને પણ તેમણે વાત કરી હતી. તેમણે કહ્યું કે દરરોજ વારંવાર મા બહેન-દીકરીઓ વિશે બકવાસ કર્યા કરે છે. આ ખૂબ જ ટીકાને પાત્ર અને મોટો પાપ છે. મહત્વનું છે કે બ્રિજભૂષણ શરણ વિરૂદ્ધ કેસ દાખલ થાય તે માટે કુસ્તીબાજોએ સુપ્રીમ કોર્ટનો દ્વાર ખખડાવ્યો હતો. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પોલીસે તેમના વિરૂદ્ધ કેસ દાખલ કર્યો હતો. બ્રિજભૂષણ શરણ સિંહ પોતાના પર લાગેલા આરોપોને સતત નકારી રહ્યા છે. કુસ્તીબાજો પર આરોપ લગાવતા તેમણે કહ્યું હતું કે આ આંદોલન હિલ્હીથી પંજાબ અને ખાલિસ્તાન અને કેનેડા તરફ આગળ વધી રહ્યું છે.       



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?