બાબા સમાજ સુધારણાના તથા વ્યસન મુક્તિ માટે કામ કરી રહ્યા છે. મારું તેમને સમર્થન છે: સાંસદ મનસુખ વસાવા


  • Published By :
  • Published Date : 2023-05-21 11:30:45

 મધ્યપ્રદેશના બાગેશ્વર ધામના બાબા બાગેશ્વર  તરીકે પ્રખ્યાત ધિરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતની મુલાકાતે આવવાના છે. રાજ્યમાં અમદાવાદ, રાજકોટમાં બાબા બાગેશ્વર ત્રણ દિવ્ય દરબાર પણ યોજાવાના છે. બાબા બાગેશ્વરને સમાજના વિવિધ વર્ગના લોકોનું તથા રાજકારણીઓનું પણ સમર્થન મળી રહ્યું છે. છેલ્લા બે ત્રણ દિવસથી બાબા બાગેશ્વરના ગુજરાત આગમનના પગલે રાજનીતિ ગરમાઈ છે. ભાજપના નેતાઓ બાબાના પ્રવાસને લઈ સૌથી વધુ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પણ બાબા બાગેશ્વરને તેમનું સમર્થન જાહેર કર્યું છે.  


મનસુખ વસાવાએ બાબાને આપ્યું સમર્થન


ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ધીરેન્દ્ર શાસ્ત્રીને સમર્થન આપતું એક મહત્વનું નિવેદન કર્યું છે.નર્મદા જિલ્લાના મુખ્યમથક રાજપીપળાના ટાઉનહોલ ખાતે નર્મદા જિલ્લા ભાજપ કારોબારી યોજાઈ હતી. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ભરૂચ સાંસદ મનસુખ વસાવા અને છોટા ઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ બાદ સાંસદ મનસુખ વસાવા એ મીડિયા સામે હાલ ચાલી રહેલા બાબા બાગેશ્વર ના વિવાદને લઈ બાબા બાગેશ્વરને સમર્થન વ્યક્ત કર્યું હતું. આ કાર્યક્રમ બાદ સાંસદ મનસુખ વસાવાએ ખુલીને બાબા બાગેશ્વરની પ્રશંસા કરી હતી. રામ રાજ્યની બાબાની વાતને પણ તેમણે સમર્થન આપ્યું હતું.  


સાંસદ મનસુખ વસાવાએ શું કહ્યું?


બાબા બાગેશ્વરના કાર્યોના વખાણ કરતા સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે ભાજપએ રાષ્ટ્રવાદી વિચારધારા વાળી પાર્ટી છે. બાબા સમાજ સુધારણા સારું કામ કરે છે. રામરાજ્યમાં હિંદુ જ નહીં તમામ ધર્મના લોકો એકસાથે રહે તેવી વાત છે. રામ રાજ્ય દેશની સુખાકારી માટે જરૂર છે. આગામી 2024ની લોકસભાની ચૂંટણીમાં હિંદુ કાર્ડ નહીં પણ વડાપ્રધાન મોદીના અસરકારક કામોના આધારે લડવાના છીએ તે વાત પણ સાંસદે કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશ માટે જે કામો કર્યા છે તેના પર જ ભાજપ ચૂંટણી જીતવાની છે .જોકે આવા બાગેશ્વર બાબા જેવા અનેક આધ્યાત્મિક પુરુષોના આશીર્વાદ મળી રહે અને એવા લોકોની પણ આજે જરૂર છે. અને આવા આધ્યાત્મિક પુરુષોના માર્ગદર્શનથી વિશ્વમાં ઘણી સરકાર ચાલે છે.




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?