બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુજરાત પ્રવાસને લઈ વિવાદ શરૂ થઈ ગયો છે. બાબા બાગેશ્વરનો રાજકોટ ખાતે બે દિવસ માટે દિવ્ય દરબાર યોજાવાનો છે. રાજકોટમાં આગામી 1 અને 2 જૂનના રોજ દિવ્ય દરબાર યોજાશે. બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર યોજાય તે પહેલા જ સમાજના વિવિધ વર્ગ દ્વારા વિરોધની શરૂઆત થઈ ગઈ છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકર સિંહ વાઘેલાએ પણ તેમનો વિરોધ વ્યક્ત કર્યો છે.
બાબા બાગેશ્વરને શંકરસિંહ વાઘેલાએ BJPનું માર્કેટિંગ ગણાવ્યું!#shankarsinghvaghela #bababageshwar #bjp #gujarat #bageshwardham #dhirendrakrishnashastri #jamawat #jamawatupdate pic.twitter.com/zfjO1afvqa
— Jamawat (@Jamawat3) May 19, 2023
ધીરેન્દ્ર શાસ્ત્રી ભાજપનું માર્કેટિંગ-શંકરસિંહ વાઘેલા
બાબા બાગેશ્વરને શંકરસિંહ વાઘેલાએ BJPનું માર્કેટિંગ ગણાવ્યું!#shankarsinghvaghela #bababageshwar #bjp #gujarat #bageshwardham #dhirendrakrishnashastri #jamawat #jamawatupdate pic.twitter.com/zfjO1afvqa
— Jamawat (@Jamawat3) May 19, 2023મધ્યપ્રદેશ સ્થિત બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર રાજકોટ, સુરત અને અમદાવાદમાં યોજાવાનો છે. જેને લઈને તૈયારીઓ પણ શરુ થઈ ગઈ છે. તો આ મામલે હવે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનું નિવેદન સામે આવ્યું છે. શંકરસિંહ વાઘેલાએ બાગેશ્વાર ધામ ધીરેન્દ્ર શાસ્ત્રીને ભાજપનું માર્કેટિંગ ગણાવ્યા છે. તેમણે કહ્યું કે, ખોટા ચમત્કારના નાટક બંધ થવા જોઈએ. તેમણે કહ્યું કે, બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ભાજપનું માર્કેટિંગ છે, તે ધર્મના નામે રાજકારણ કરી રહ્યા છે. ભાજપ ધર્મના નામે ધતિંગ કરાવી રહી છે. ધ કેરલા સ્ટોરી, બજરંગબલી બધું ભાજપનું કોલાબ્રેશન છે.