બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો રાજકોટ ખાતે બે દિવસ માટે દિવ્ય દરબાર યોજાવાનો છે. રાજકોટમાં આગામી 1 અને 2 જૂનના રોજ દિવ્ય દરબાર યોજાશે. બાબા બાગેશ્વરના દિવ્ય દરબારની જાહેરાત શરૂ થતા જ નવો વિવાદ પણ શરૂ થયો છે. જો કે હવે કરણી સેના બાબા બાગેશ્વરના સમર્થનમાં આવી છે. બાબા બાગેશ્વરની દિવ્ય દરબારને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે કરણી સેનાએ વિરોધીઓને ચિમકી આપી છે.
Baba Bageshwarના Gujarat પ્રવાસ પહેલાં Karni Senaએ ઝંપલાવ્યું, આપી દીધી આ ચેતવણી#bababageshwar #dhirendrakrishnashastri #karnisena #gujarat #jamawat #jamawatupdate pic.twitter.com/LNZOr1D2fj
— Jamawat (@Jamawat3) May 17, 2023
શું કહ્યું કરણી સેનાના સૌરાષ્ટ્રના પ્રમુખે?
Baba Bageshwarના Gujarat પ્રવાસ પહેલાં Karni Senaએ ઝંપલાવ્યું, આપી દીધી આ ચેતવણી#bababageshwar #dhirendrakrishnashastri #karnisena #gujarat #jamawat #jamawatupdate pic.twitter.com/LNZOr1D2fj
— Jamawat (@Jamawat3) May 17, 2023રાજકોટમાં યોજાનારા બાબા બાગેશ્વરના દિવ્ય દરબાર કરણી સેનાએ ખુલ્લેઆમ બચાવ કર્યો છે, અને તેમની સુરક્ષામાં ખડે પગે રહેવાની રણનીતિ તૈયાર કરી છે. કરણી સેનાના સૌરાષ્ટ્રના પ્રમુખ કૃષ્ણસિંહ જાડેજાએ નિવેદન આપ્યુ છે, તેમણે કહ્યું કે "જો કોઈ હિન્દુના દીકરાનો કે સાધુ સંતનો વિરોધ કરશે તો જોયા જેવી થશે, આગામી 1લી અને 2જી જૂનના રોજ બાબા બાગેશ્વર રાજકોટ આવશે ત્યારે કરણી સેના ખડે પગે રહેશે. કરણી સેનાએ કહ્યું - અમે પણ સનાતન ધર્મમાં માનીએ છીએ, અને જો બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો વિરોધ કરવામાં આવશે તો જોયા જેવી થશે".
કૃષ્ણરાજસિંહ જાડેજાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, 150 જેટલા કરણી સૈનિકો દ્વારા બાબાના દરબારનું રક્ષણ કરવામાં આવશે. તેમજ કાર્યક્રમમાં વિરોધ કરનારાઓને યોગ્ય જવાબ પણ કરણી સેના દ્વારા આપવામાં આવશે.