બા v/s બેનની લડાઈ ચરમ પર!Jamnagar SPને વચ્ચે પડવું પડ્યું, ઔકાત સુધી વાત પહોંચી, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-08-17 14:20:24

ભાજપમાં ચાલતા આંતરિક ડખા સતત સામે આવી રહ્યા છે. એક બાદ એક નેતાઓ દ્વારા કરવામાં આવતો વ્યવહાર આ વાતની સાક્ષી પૂરે છે. ત્યારે આજે જામનગરથી એક ઘટના સામે આવી છે જેમાં ભાજપના બે દિગ્ગજ નેતાઓ જાહેર મંચ પર લડતા જોવા મળ્યા છે. જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજા અને જામનગરના સાંસદ પૂનમબેન માડમ વચ્ચે બોલાચાલી  થઈ હતી અને તે બોલ્યા હતા કે ઔકાતમાં રહેજો..

જાહેર કાર્યક્રમમાં રિવાબા અને પૂનમબેન વચ્ચે થઈ બોલાચાલી!

નેતાઓ એક બીજા સાથે લડતા હોય તેવી ઘટનાઓ ભાજપથી ઓછી સામે આવે છે. જાહેરમાં નેતાઓ વચ્ચે બોલાચાલી જોવા મળતી નથી. પરંતુ છેલ્લા ઘણા સમયથી ભાજપમાં યાદવાસ્થળી થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. ભાજપમાં ચાલતા આંતરિક ડખા જગજાહેર થઈ રહ્યા છે. આ એક કાર્યક્રમમાં જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજાનો અલગ મિજાજ જોવા મળ્યો હતો. મેયર પર ગુસ્સે થઈ ગયા હતા અને જ્યારે સાંસદે તેમને શાંત પાડવાની કોશિશ કરી ત્યારે તે તેમની પર ગુસ્સે થઈ ગયા હતા.  


ઔકાતમાં રહેવા રિવાબાએ કરી વાત!

જામનગર શહેરના લાખોટા તળાવ ખાતે મેરી મીટ્ટી મેરા દેશ કાર્યક્રમ અંતર્ગત નેતાઓ ભેગા થયા હતા. તેમાં સાંસદ પૂનમબેન માડમ તેમજ ધારાસભ્ય રિવાબા જાડેજા ઉપસ્થિત હતા પરંતુ કાર્યક્રમ દરમિયાન સાંસદ અને ધારાસભ્ય વચ્ચે બોલાચાલી થઈ હતી. રિવાબા જાડેજા એકદમ આક્રામક અને ખીજાયેલા લાગ્યા હતા. બંને વચ્ચે આંતરિક ખેંચતાણ જોવા મળી હતી. ધારાસભ્ય રિવાબા જાડેજાએ મેયર અને સાંસદ સાથે બોલાચાલી કરી હતી. ભાજપથી આવી ઘટના સામે આવતા ચર્ચાનો વિષય બન્યો છે.

ધારાસભ્યએ વાપર્યો ઔકાત જેવો શબ્દ! 

મેયર તેમજ સાંસદ સાથે ધારાસભ્ય રિવાબાને બોલાચાલી થઈ હતી. મેયરને રિવાબા કહી રહ્યા છે કે ઔકાતમાં રહો વધુ સ્માર્ટ બનવાની જરૂર નથી. તો મેયર સામે સવાલ કરે છે કે ઔકાતમાં રહો એટલે? મેયર અને ધારાસભ્ય વચ્ચે બોલાચાલી થાય છે ત્યારે આ વાતમાં સાંસદ પૂનમબેન માડમ બોલે છે. સાંસદ કહે છે એ મેયર છે, તમારાથી મોટા છે. તો રિવાબા પૂનમબેનને કહે છે કે સળગાવવા વાળા તમે  જ છો હવે કાઢવાનો પ્રયાસ ના કરશો, અમુક લોકોને ભાન નથી પડતી હોતી અને બહું સ્માર્ટ બનવા જાય છે. મહત્વનું છે કે સાંસદે તેમને શાંત કરવાની કોશિશ કરી પરંતુ તો પણ રિવાબા જાડેજા શાંત ન થયા.    



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?