ગુજરાત સરકારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આજે મોટી ભેટ આપી છે. રાજ્ય સરકારે આજથી જ 1.79 કરોડ PMJAY-મા કાર્ડ ધારકોને આયુષ્માન કાર્ડ અંતર્ગત મળતી રૂ. 5 લાખની આરોગ્ય વીમા કવચની સહાય વધારીને રૂ. 10 લાખ કરી છે.અત્રે ઉલ્લેખનિય છે કે રાજ્ય સરકારે વિધાનસભા ચૂંટણી પહેલા પોતાના ચૂંટણી ઢંઢેરામાં પણ આ યોજનાની સહાય મર્યાદા વધારવાનું વચન આપ્યું હતું.
યશસ્વી વડાપ્રધાનશ્રી @narendramodi સાહેબના પ્રેરક માર્ગદર્શન અને માન.મુખ્યમંત્રીશ્રી @Bhupendrapbjp જીના કુશળ નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા PMJAY - મા યોજના અંતર્ગત આયુષ્માન કાર્ડ ધારકોને રૂ.૧૦ લાખની આરોગ્ય વીમા સહાયના એક નવા અધ્યાયનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો. pic.twitter.com/8602ippC41
— Rushikesh Patel (@irushikeshpatel) July 11, 2023
આરોગ્ય મંત્રીએ યોજનાનો કરાવ્યો શુભારંભ
યશસ્વી વડાપ્રધાનશ્રી @narendramodi સાહેબના પ્રેરક માર્ગદર્શન અને માન.મુખ્યમંત્રીશ્રી @Bhupendrapbjp જીના કુશળ નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા PMJAY - મા યોજના અંતર્ગત આયુષ્માન કાર્ડ ધારકોને રૂ.૧૦ લાખની આરોગ્ય વીમા સહાયના એક નવા અધ્યાયનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો. pic.twitter.com/8602ippC41
— Rushikesh Patel (@irushikeshpatel) July 11, 2023આજે બજાજ ઇન્સોયરન્સ કંપનીના હોદ્દેદારોએ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની ગાંધીનગર સ્થિત કાર્યાલય ખાતે શુભેચ્છા મુલાકાત કરી હતી. જેમાં આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ,કમિશ્નર શાહમીના હુસૈન, એન.એચ.એમ.ના ડાયરેક્ટર ડૉ. રેમ્યા મોહન અને આયુષ્માન યોજના સાથે સંકળાયેલા ડૉ. જૈન, ડૉ. આનંદ સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા. આ શુભેચ્છા મુલાકાત બાદ મંત્રી ઋષિકેશ પટેલે વિધિવત રીતે આયુષ્માન કાર્ડ અતંર્ગત રૂ. 10 લાખની વીમા સહાયનો શુભારંભ કરાવ્યો હતો.
લોકોને શું ફાયદો થશે?
PMJAY-મા કાર્ડ ધારકોને આયુષ્માન કાર્ડ હેઠળ રૂ. 10 લાખની આરોગ્ય વીમા સહાયથી હ્રદય, કિડની, લીવર, ગર્ભાશય જેવા ટ્રાન્સપ્લાન્ટની સાથે સાથે કોક્લિયર ઇમ્પ્લાન્ટ સહિતની અન્ય જટીલ પ્રકારની સર્જરીઓ પણ હવેથી આ કાર્ડ અંતર્ગત સરળતાથી મળવાપાત્ર બનશે તેમ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ. અત્યંત જટીલ અને ખર્ચાળ સર્જરીઓનો લાભ આ વીમા સહાયની રકમ વધતા પરિવાજનોને સરળતાથી મળી શકશે. જેના પરિણામે આયુષ્માન કાર્ડ ધારક પરિવારોની આરોગ્ય સમૃધ્ધિમાં વધારો થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં આયુષ્માન કાર્ડ અંતર્ગત હાલ 2027 સરકારી અને 803 જેટલી ખાનગી તેમજ 18 કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત આમ કુલ 2848 હોસ્પિટલ એમ્પેનલ છે. આ તમામ એમ્પેનલ હોસ્પિટલમાં કુલ મળીને 2471 જેટલી વિવિધ આરોગ્ય વિષયક પ્રોસીજર, સારવારનો લાભ આયુષ્માન કાર્ડ અંતર્ગત મળશે.