રાજ્યમાં ભાજપની ઐતિહાસિક જીત થયા બાદ ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સતત બીજીવાર સરકાર રચાઈ છે. હવે સરકારે ચૂંટણી વચનો પુરા કરવાનું શરૂ કર્યું છે. રાજ્ય સરકારે આજે મહત્વનો નિર્ણય કરતા લોકોને આરોગ્ય સેવા માટે આયુષ્યમાન ભારત કાર્ડ પર કુલ ખર્ચની રકમ 5 લાખથી વધારીને 10 લાખ કરી દીધી છે.
ઋષિકેશ પટેલે શું કહ્યું?
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પત્રકારોને માહિતી આપી હતી કે, પાંચ વર્ષની બ્લ્યુ પ્રિન્ટ બાબતે ચર્ચા થઈ છે. આગામી 5 વર્ષમાં શું સુવિધા આપવામાં આવશે તેની ચર્ચા કરાઈ છે. ગુજરાતમાં તમામ કોલેજ, યુનિવર્સિટીમાં સફાઈ અભિયાન થશે. દર 15 દિવસમાં સફાઈ અભિયાન થશે. સફાઈ અભિયાન માટે નોડલ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે તેમ જણાવ્યુ હતું.
PMJAYમાં સહાય વધારાશે
ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતુ કે, પ્રધાનમંત્રી જન આરોગ્ય 10 લાખ સહાય કરવા માટે અધિકારીઓ કામ હાથ ધર્યું છે. તે ઉપરાંત ફેમિલી કાર્ડ યોજના અમલ કરવામાં આવે છે. કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ વારંવાર અપલોડ ન કરવા પડે તે માટે ફેમિલી કાર્ડ બનાવાશે.