નશાયુક્ત સીરપ: ખેડા અને અમરેલીમાં બનેલી ઘટનામાં ભાજપ નેતાઓની સંડોવણી, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-30 22:49:20

ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં બિલોદરા ગામમાં અને મહુધા તાલુકાના બગડુ ગામમાં નશાયુક્ત સીરપ પીવાથી 5 લોકોના મોત થયા છે. આ સમગ્ર ઘટના બાદ પોલીસે નશાયુક્ત સીરપનો જથ્થો જપ્ત કરવા અને  તેનું વેચાણ કરનારા લોકો સામે કાર્યવાહી શરૂ કરી છે. નડિયાદ તાલુકામાં બનેલી ઘટના હવે અમરેલી જિલ્લાના બાબરામાંથી નશાયુક્ત સીરપનો મોટો જથ્થો ઝડપાયો છે. ખેડા અને અમરેલી આ બંને ઘટનામાં ભાજપ નેતાઓની સંડોવણી સામે આવી છે. 


બાબરા નગરપાલિકાના મહિલા સભ્યના પતિ ઝડપાયા


અમરેલી જિલ્લાના બાબરામાં બાબરા નગરપાલિકાના મહિલા સભ્યના પતિ મૂળશંકર તેરૈયાના ઘર, દુકાન અને ગોડાઉનેથી નશાયુક્ત સીરપની 75 પેટી પોલીસે ઝડપી પાડી છે, જેમાં અંદાજે 3  હજાર જેટલી શંકાસ્પદ સીરપની બોટલો છે અને તેની કિંમત 4 લાખ રૂપિયા થાય છે. પોલીસે આ તમામ જથ્થાને FSLમાં પરીક્ષણ માટે મોકલી દીધો છે. ઉલ્લેખનીય છે કે બાબરામાં આ અગાઉ પણ આ મૂળશંકર તેરૈયા પાસેથી સીરપનો 60 લાખનો જથ્થો ઝડપાયો હતો.


કિશોર સોઢા ઉર્ફે કિશન ભાજપનો નેતા


ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં બિલોદરા ગામમાં અને મહુધા તાલુકાના બગડુ ગામમાં નશાયુક્ત સીરપ પીવાથી 5 લોકોના મોત થયા છે. આ સમગ્ર કેસની તપાસમાં લાગેલી પોલીસે ત્રણ શખ્સોની અટકાયત કરી છે, જેમાં એક ભાજપ નેતાનો પણ સમાવેશ થાય છે. ખેડા LCBએ આ સમગ્ર મામલે બિલોદરાના વેપારી કિશોર સોઢા, કિશોરનો ભાઈ અને નડિયાદના યોગેશ સિંધીની અટકાયત કરી છે. કિશોર સોઢા ઉર્ફે કિશન ભાજપનો નેતા છે, તે નડિયાદ તાલુકા કોષાધ્યક્ષનો હોદ્દો ધરાવે છે.  કિશન સોઢા કિરાણા સ્ટોર ધરાવે છે અને તેની દુકાનમાંથી જ આ નશાયુક્ત મેઘાસવ નામનું સીરપ વેંચતો હતો. આ સીરપ પીવાથી પાંચ લોકોના મોત થયા છે, જેમાં એક કિશન સોઢાના પિતા પણ મૃત્યુ  પામ્યા છે. નશાયુક્ત સીરપ અમદાવાદથી મંગાવવામાં આવ્યું હતું. જે ત્રણ લોકોની અટકાયત કરવામાં આવી છે તેમાં આ સીરપ સપ્લાય કરનાર એક વચેટિયાનો પણ સમાવેશ થાય છે.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...