દેશભરમાં રામનવમીની ઉજવણી ધામધૂમથી થઈ રહી છે.. રામ ભગવાનની સાથે લાખો ભક્તોની આસ્થા જોડાયેલી છે. રામ ભક્તો માટે આ વર્ષની રામ નવમી અનેરી રહેવાની છે. ભગવાન રામના મૂર્તિની સ્થાપના નવ નિર્મિત ભવ્ય મંદિરમાં થઈ ગઈ છે. રામ ભગવાનના દર્શન કરવા સામાન્ય દિવસોમાં પણ મોટી સંખ્યામાં ભક્તોની મેદની ઉમટતી હોય છે ત્યારે આજે રામ નવમીનો પર્વ છે.. રામ લલ્લાના દર્શન કરવા માટે લાખો ભક્તો અયોધ્યા પહોંચ્યા છે. રામ ભગવાનનો અભિષેક કરવામાં આવ્યો છે અને બપોરે સૂર્ય તિલક કરવામાં આવશે...
ભગવાન રામ છે અનેક ભક્તોની આસ્થાનું કેન્દ્ર
રામ ભગવાનની પ્રતિમાની સ્થાપના નવ નિર્મિત મંદિરમાં કરવામાં આવી છે. થોડા સમય પહેલા અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જ્યારે ચાલી રહ્યો હતો ત્યારે અનેક ભક્તોની આંખોમાં આંસુ જોવામાં મળ્યા હતા. પ્રતિક્ષા અને સંઘર્ષનો અંત આવ્યો હોય તેવું લાગતું હતું, ત્યારે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ આજે પહેલીવાર રામ નવમીની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ભગવાન રામ પર અભિષેક કરવામાં આવ્યો છે. ભગવાન રામની ઝાંખી કરવા લાખો ભક્તો અયોધ્યા પહોંચ્યા છે.
ભગવાન રામ પર કરવામાં આવ્યો અભિષેક
રામનવમીના પાવન પર્વની ઉજવણી દેશભરમાં અલગ અલગ રીતે કરવામાં આવતી હોય છે. આ વર્ષે રામ જન્મોત્સવ રામ મંદિરમાં ઉજવવામાં આવશે.. સૂર્યવંશમાં જન્મેલા ભગવાન શ્રીરામની પ્રતિમા પર આજે સૂર્ય તિલક કરવામાં આવશે. રામ નવમીની ઉજવણી અયોધ્યામાં ધામધૂમથી કરવામાં આવી રહી છે. રામ મંદિરમાં રામનવમીની ઉજવણી થતી હોય તે અવસર કોઈ પણ રામ ભક્ત માટે નાનો ના હોઈ શકે.. સૂર્ય તિલક થાય તે પહેલા ભગવાન રામ પર અભિષેક કરવામાં આવ્યો છે. બપોરે 12 વાગે સૂર્ય તિલક ભગવાન રામના લલાટ પર કરાશે. 3થી 4 મિનીટ સુધી સૂર્યના કિરણોથી પ્રભુ રામનો અભિષેક કરવામાં આવશે.. ત્યારે જમાવટ તરફથી આપ સૌને રામ નવમીની હાર્દિક શુભકામનાઓ...