ભારત જ નહીં પણ દુનિયાભરના રામ ભક્તો અરોધ્યામાં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જો કે હવે આજે શ્રીરામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે તારીખની જાહેરાત કરી દીધી છે. ચંપત રાયે જણાવ્યું કે 22 જાન્યુઆરીના દિવસે રામલલ્લાને મંદિરના ગર્ભગૃહમાં પ્રતિષ્ઠિત કરવામાં આવશે.
લાંબી ચર્ચા-વિચારણા અંતે તારીખ જાહેર
શ્રીરામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે કહ્યું કે રામલલ્લાની પ્રાણ-પ્રતિષ્ઠા માટે અનેક તિથિઓ પર વિચાર-વિમર્સ કરવામાં આવ્યો હતો. અંતમાં 22 જાન્યુઆરી પર રામલલ્લા અંતે મોહર લગાવવામાં આવી હતી. યોગી સરકારના કેબિનેટ મંત્રી સુરેશ ખન્નાએ પણ તેને લઈને ટ્વીટ કર્યું છે. પ્રાણ-પ્રતિષ્ઠાને ધ્યાનમાં લઈને ગર્ભગૃહનું નિર્માણ ઓક્ટોબર સુધી પુરૂ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. ભગવાન શ્રી રામની પ્રતિમા તૈયાર કરવા માટે નેપાળથી ખાસ શાલિગ્રામ શિલા મંગાવવામાં આવી છે. શાલિગ્રામ શિલા કંડારવાનું કામ ઓક્ટોબર સુધી પુરૂ કરવામાં આવશે.