ભક્તો એ ક્ષણની રાહ જોઈ રહ્યા છે જ્યારે ભગવાન રામની પ્રતિમાની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવશે. 22 જાન્યુઆરીએ ભગવાન રામ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. આ મહોત્સવને લઈ તૈયારીઓ ચાલી રહી છે. ભગવાન રામની મૂર્તિ ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવી ગઈ છે અને તેનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મહોત્સવને લઈ સુરક્ષા વ્યવસ્થા પણ વધારાઈ દેવાઈ છે. પ્રાણ પ્રતિષ્ઠા પહેલાના અનુષ્ઠાન ચાલી રહ્યા છે. ગુરૂવારે ગર્ભગૃહમાં ભગવાન રામલલ્લાની પ્રથમ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી.
ગર્ભગૃહમાં મૂકાયેલી ફોટોની તસવીર થઈ વાયરલ!
22 જાન્યુઆરીએ ભગવાન રામ લલ્લાની મૂર્તિની પ્રતિષ્ઠા થવાની છે. અયોધ્યમાં આ મહોત્સવને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં સામેલ થવા અનેક લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. 22 તારીખે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે તે પહેલા ગુરૂવારે ભગવાનની મૂર્તિને મંદિરના ગર્ભગૃહમાં મૂકવામાં આવી ગઈ છે. ગર્ભ ગૃહમાં મૂકેલી મૂર્તિનો ફોટો સોશિયલ મીડિચા પર વાયરલ થઈ રહ્યો છે. મૂર્તિની આંખો પર પટ્ટી બાંધવામાં આવી છે. મૂર્તિના અનેક ભાગને કપડાથી ઢાંકવામાં આવ્યો છે.
અરૂણ યોગીરાજે બનાવી છે રામ લલ્લાની મૂર્તિ
જે મૂર્તિને ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવી છે તે કર્ણાટકના મશહૂર શિલ્પકાર અરૂણ યોગીરાજે બનાવી છે. કઈ મૂર્તિને ગર્ભગૃહમાં સ્થાપિત કરવી તે અંગે ચર્ચાઓ ચાલી હતી. રામ મંદિર ટ્રસ્ટના કુલ 15 સદસ્યોમાંથી 11 સભ્યોએ અરૂણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવેલી મૂર્તિને પસંદ કરી હતી. જે વખતે મૂર્તિની પસંદગી થઈ તે વખતે શિલ્પકાર અને મૂર્તિની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી.