જે ક્ષણની 500 વર્ષ સુધી રાહ જોવાઈ તે ક્ષણ આવી ગઈ છે. રામ ભગવાનની મૂર્તિ મંદિરમાં સ્થાપિત થવાની છે. ભગવાન રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા આજે થવાની છે. કરોડો ભક્તોની આસ્થા ભગવાન રામ સાથે જોડાયેલી છે. ભગવાન રામના કરોડો ભક્તો છે જે આ ક્ષણની અનેક દાયકાઓથી રાહ જોઈ રહ્યા હતા. ત્યારે આજે હિંદુ વિધિ વિધાન સાથે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવવાની છે જેના સાક્ષી અનેક લોકો બનશે. પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામલલ્લા મંદિરમાં બિરાજમાન થશે. પ્રાણ પ્રતિષ્ઠા લઈ મંદિરને ભવ્ય રોશનીથી શણગારવામાં આવ્યું છે. પહેલા મંદિરને શણગારેલા વીડિયો સામે આવ્યો છે. ન માત્ર અયોધ્યા ભક્તિના રંગમાં રંગાયું છે પરંતુ સમગ્ર દેશ રામમય બન્યું હોય તેવું લાગી રહ્યું છે.
આખો દેશ બન્યો રામમય!
રામધુનથી અયોધ્યા ગુંજી ઉઠ્યું છે. નવનિર્મિત મંદિરમાં ભગવાન રામની મૂર્તિની પ્રતિષ્ઠા થવાની છે. ભક્તોએ ઘડીની રાહ જોઈ રહ્યા છે જ્યારે તેમના આરાધ્ય પોતાના મંદિરમાં સ્થાન ગ્રહણ કરશે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી. ભગવાન રામની મૂર્તિની તસવીર સામે આવી હતી તે બાદ શણગારવામાં આવેલા મંદિરની તસવીર વાયરલ થઈ હતી. પ્રાણ પ્રતિષ્ઠા પહેલા મંદિરનો વીડિયો સામે આવ્યો છે. આખો દેશ રામમય બન્યો છે. આજે બપોરે 12.20 કલાકે રામ લલ્લાનો અભિષેક શરૂ થશે.
VIDEO | Visuals from outside Ram Mandir premises in Ayodhya as devotees queue up to attend the Pran Pratishtha ceremony. #RamMandirPranPratishtha #RamMandir pic.twitter.com/9aui8c4Zd1
— Press Trust of India (@PTI_News) January 22, 2024