અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કાર્ય તેજ ગતિથી આગળ વધી રહ્યું છે. અહીં ભોંય તળીયાનું કામ પૂરૂ થઈ ગયું છે. ત્રણ માળના રામમંદિરના નિર્માણ માટે દિવસ રાત કામ ચાલી રહ્યું છે. આ દરમિયાન મંદિરમાં રામલલાની મંદિરના ગર્ભગૃહમાં પ્રાણ પ્રતિષ્ઠા આપવામાં આવશે. અયોધ્યામાં મકર સંક્રાતિં બાદ 22 જાન્યુઆરી 2024માં રામ મંદિરનું ઉદઘાટન કરવામાં આવશે. અયોધ્યામાં 22 જાન્યુઆરી 2024ના રોજ રામલલા બિરાજમાનની પૂજાને લઈ રામ મંદિર ટ્રસ્ટ દ્વારા PM મોદીને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ અત્યારથી જ તૈયારીઓ થઈ ચુકી છે.
સમગ્ર દેશમાં થશે ભવ્ય આયોજન
રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ સમગ્ર દેશમાં મનાવામાં આવશે. અયોધ્યા ઉપરાંત દેશભરના તમામ મંદિરોને સણગારવામાં આવશે. એટલું જ નહીં શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં યોજાનારા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને વર્ચ્યુઅલ રીતે દેશના વિવિધ ભાગોમાં બતાવવામાં આવશે. આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ લગભગ 7 દિવસ સુધી ચાલશે.