Ayodhya Ram Mandir : ભગવાન રામની મૂર્તિના કરો દર્શન, મૂર્તિ એટલી મોહક છે કે એમ થાય કે જોયા જ કરીએ..! જુઓ વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-22 13:07:39

જે ક્ષણની છેલ્લા અનેક દાયકાઓથી રાહ જોવાઈ રહી હતી તે ક્ષણ આજે આવી ગઈ છે. ભગવાન રામ મંદિરમાં બિરાજમાન થઈ ગયા છે. પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે. જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારે ગર્ભ ગૃહમાં પીએમ મોદી, મોહન ભાગવત, આનંદી બહેન પટેલ સહિત પાંચ લોકો હાજર હતા. હજી સુધી મંદિરની તેમજ ભગવાન રામની મૂર્તિના ફોટો સામે આવ્યા હતા ત્યારે આજે ભગવાન રામની મૂર્તિનો વીડિયો સામે આવ્યો છે. ભગવાન રામને એટલી સરસ રીતે શણગારવામાં આવ્યા છે કે એવું થાય કે મૂર્તિને નિહાળતા જ રહીએ. થોડા દિવસ પહેલા મંદિરના વીડિયો, ફોટો સામે આવ્યા હતા, તે બાદ ગર્ભગૃહમાં બિરાજમાન કરાયેલી મૂર્તિની તસવીરો વાયરલ થઈ હતી. ત્યારે આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે ભગવાન રામની મૂર્તિનો વીડિયો સામે આવ્યો છે.   

    

મંદિરમાં બિરાજમાન થયા ભગવાન રામ!  

પ્રાણ પ્રતિષ્ઠાને લઈ છેલ્લા ઘણા દિવસોથી તૈયારીઓ ચાલી રહી હતી. અયોધ્યાને દુલ્હનની જેમ શણગારવામાં આવી. રામલલ્લાની ભક્તિમાં ન માત્ર અયોધ્યા પરંતુ સમગ્ર દેશ રંગાઈ ગયું હોય તેવું લાગતું હતું. રામ ભક્તિમાં ભક્તો લીન દેખાઈ રહ્યા હતા. એવો માહોલ ઉભો થઈ ગયો હતો કે નાનું બાળક હોય કે પછી કોઈ વૃદ્ધ દરેકના મોઢા પર એક ગીત સંભળાતું હતું. બાળક કા બચ્ચા બચ્ચા જય શ્રી રામ બોલેગા... આ ક્ષણની રાહ છેલ્લા ઘણા વર્ષોથી જોવાઈ રહી હતી. ભક્તોએ ક્ષણની રાહ જોઈ રહ્યા હતા કે જ્યારે ભગવાન રામ મંદિરમાં પધારે અને ભક્તોની મૂર્તિના દર્શન કરી શકે. ત્યારે આજે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે અને ભગવાન રામની મૂર્તિની ઝલક સામે આવી છે.      



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...