ગઈકાલે અયોધ્યા રામ મંદિરમાં ભગવાન રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થઈ. જે ક્ષણની અનેક દાયકાઓથી રાહ જોવાઈ રહી હતી તે ક્ષણ ગઈકાલે આવી. રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના કરોડો લોકો સાક્ષી બન્યા. સમગ્ર દેશ જાણે રામ ભક્તિમાં લીન થઈ ગયું હોય તેવું વાતાવરણ સર્જાયું હતું. લોકો રામમય બન્યા હતા. ગઈકાલે મંદિરમાં માત્ર આમંત્રિતો જ ઉપસ્થિત હતા. સામાન્ય માણસો માટે મંદિરના કપાટ ખુલ્યા ન હતા. ત્યારે આજે ભક્તો માટે મંદિરના દ્વાર ખુલ્લા મૂકાયા છે. રામ લલ્લાના દર્શન કરવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. લાંબી લાંબી લાઈનો મંદિર બહાર જોવા મળી રહી છે.
મંદિરના કપાટ ખુલતા જ ઉમટી ભાવિકોની ભીડ
ભગવાન રામ ગઈકાલે નવનિર્મિત મંદિરમાં બિરાજમાન થયા. પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન પીએમ મોદી સહિત અનેક મહાનુભાવો ગર્ભગૃહમાં હાજર હતા ઉપરાંત મંદિર પરિસરમાં મોટી હસ્તીઓનો જમાવડો હતો. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ છેલ્લા અનેક દિવસો તડામાર તૈયારીઓ ચાલી રહી હતી ત્યારે ગઈકાલે આ મહોત્સવ સંપન્ન થયો. આ ક્ષણની રાહ અનેક દાયકાઓથી જોવાઈ રહી હતી. આ ક્ષણના સાક્ષી અનેક લોકો બન્યા.ભગવાન રામની મૂર્તિ જોઈ અનેક ભક્તોની આંખોમાંથી આંસુ પણ આવી ગયા હશે. ગઈકાલે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણ થયા બાદ આજથી મંદિરના દ્વાર ભક્તો માટે ખોલવામાં આવ્યા છે. મંદિરના દ્વાર ખુલતા જ મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે.
મોડી રાતથી ભક્તોએ લગાવી દીધી લાઈન
અયોધ્યાથી આજે અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં ભાવિકોની ભારે ભીડ જોવા મળી રહી છે. પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં ભક્તો મંદિરે દર્શન કરવા પહોંચી ગયા છે. ધક્કામુક્કી કરી ભગવાનના દર્શન કરવા માટે ભક્તો જઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. રાતથી જ દર્શન માટે ભાવિકોએ લાઈન લગાવી દીધી હતી. દર્શન કરવા માટે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પોલીસ કાફલાને પણ ભીડને મેનેજ કરવા માટે તૈનાત કરવામાં આવ્યો છે તેવા દ્રશ્યો સામે આવ્યા છે. અલગ અલગ જગ્યાઓથી અયોધ્યા ભગવાન રામના દર્શન કરવા માટે ભક્તો પહોંચી રહ્યા છે.
#WATCH | Visuals from Shri Ram Janmabhoomi temple in Ayodhya after Ram Lala's 'Pran Pratishtha' ceremony was performed yesterday.
— ANI (@ANI) January 23, 2024
Devotees have gathered at the temple to offer prayers. pic.twitter.com/eL1ERJIwds