22 જાન્યુઆરીની ઘડીઓ ગણાઈ રહી છે. ભક્તો એ ક્ષણની રાહ જોઈ રહ્યા છે જ્યારે મંદિરમાં ભગવાન રામની મૂર્તિ પ્રસ્થાપિત થશે. રામ ભક્તોએ અલગ અલગ વસ્તુઓનું દાન કર્યું છે. ભક્તોએ યથાશક્તિ દાન આપ્યું છે. અનેક ગુજરાતીઓએ રામમંદિર માટે વિવિધ વસ્તુઓ મોકલી છે. પ્રાણ પ્રતિષ્ઠાને ધ્યાનમાં રાખી ગુજરાતના વડોદરાથી 108 ફૂટ લાંબી અગરબત્તી મોકલવામાં આવી હતી જેને આજે પ્રગટાવવામાં આવી છે. તીર્થ ક્ષેત્રના અધ્યક્ષની હાજરમાં આ અગરબત્તીને પ્રગટાવવામાં આવી છે. એવું અનુમાન છે કે આ અગરબત્તી દોઢ મહિના સુધી ચાલશે તેમજ તેની સુગંધ અનેક કિલોમીટર સુધી ફેલાશે.
108 ફૂટ લાંબી અગરબત્તીને કરાઈ પ્રજવલિત
અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આજથી 22 જાન્યુઆરી સુધી અનુષ્ઠાન ચાલશે તેની શરૂઆત થઈ ગઈ છે. અયોધ્યા રામ મંદિર માટે ગુજરાત સહિત દેશભરથી ભક્તોએ વિવિધ વસ્તુઓ, ભેટો આપી છે. ગુજરાતીઓએ પણ અલગ અલગ વસ્તુનું દાન કર્યું છે. વડોદરાથી 108 ફૂટ લાંબી અગરબત્તી અયોધ્યા મોકલવામાં આવી હતી. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ આ અગરબત્તીને વિશેષ રીતે તૈયાર કરવામાં આવી છે. સુરક્ષા વચ્ચે અયોધ્યા ખાતે આ અગરબત્તી મોકલવામાં આવી હતી.
ગુજરાતીઓએ અનેક વસ્તુઓનું કર્યું છે દાન!
21 જાન્યુઆરી સુધી અનુષ્ઠાન ચાલવાનું છે. આવતીકાલે રથયાત્રા નીકળશે જે બાદ 18મી તારીખે મંદિરમાં મૂર્તિને રાખવામાં આવશે વગેરે વગેરે... આજથી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની શરૂઆત થતાં ગુજરાતના વડોદરાથી ગયેલી 108 ફૂટ લાંબી અગરબત્તીને પ્રજવલિત કરવામાં આવી છે. મહત્વનું છે કે ગુજરાતથી નગારું, દીવો, અગરબત્તી સહિતની વસ્તુ ભેટ સ્વરૂપે, દાન સ્વરૂપે આપવામાં આવી છે.