Ayodhya : પ્રાણ પ્રતિષ્ઠા પહેલા PM Modi આપશે હજારો કરોડના વિકાસ કાર્યોની ભેટ, Airport તેમજ Railway Stationનો સમાવેશ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-30 11:00:39

22 જાન્યુઆરીએ રામ લલ્લા પોતાના મંદિરમાં બિરાજમાન થવાના છે. રામ મંદિરને લઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ છે. અયોધ્યાને દુલ્હનની જેમ શણગારી દેવાઈ છે. ભકત્તો એ ક્ષણની રાહ જોઈ રહ્યા છે જ્યારે રામ મંદિરમાં ભગવાનની મૂર્તિની સ્થાપના કરવામાં આવશે. જ્યારે મંદિરમાં મૂર્તિને સ્થાપના કરવામાં આવી ત્યારે પીએમ મોદી સહિત પાંચ લોકો ગર્ભગૃહમાં હાજર હશે. પ્રાણ પ્રતિષ્ઠા પહેલા  પીએમ મોદી આજે અયોધ્યાના પ્રવાસે છે. અયોધ્યા ધામ રેલવે સ્ટેશન, એરપોર્ટનું લોકાર્પણ કરવાના છે.પીએમ મોદી 16 હજાર કરોડના પ્રોજેક્ટની ભેટ અયોધ્યાને આપવાના છે.

   

22મી જાન્યુઆરીએ મૂર્તિની કરાશે પ્રાણ પ્રતિષ્ઠા

છેલ્લા ઘણા વર્ષોથી રામ ભક્તો જે ક્ષણની રાહ જોઈ રહ્યા હતા તે ક્ષણ, તે ઘડી 22 જાન્યુઆરીએ આવી રહી છે. ભગવાન રામની મૂર્તિને ભવ્ય મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે. આ ક્ષણ ભક્તો માટે અલોકિક હશે. એવા દ્રશ્યો પણ સામે આવી શકે છે જેમાં ભક્તની આંખોમાંથી આંસુ આવી જશે, ભક્તો ઈમોશનલ બની જશે, એવું લાગશે કે વર્ષો સુધી તેની રાહ જોઈ તે દ્રશ્ય આપણી સામે છે. 22 જાન્યુઆરીને ધ્યાનમાં રાખી તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. આખી અયોધ્યા નગરીને શણગારવામાં આવી છે. ભગવાન રામના મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થાય તે પહેલા પીએમ મોદી અનેક કરોડોની ભેટ અયોધ્યાવાસીઓને આપવાના છે. 


મર્યાદા પુરૂષોત્તમ શ્રીરામ ઈન્ટરનેશનલ એરપોર્ટનું કરાશે ઉદ્ધાટન 

અયોધ્યાના પ્રવાસે આજે પીએમ મોદી ગયા છે. હજારો કરોડોના કામોનું ઉદ્ધાટન પીએમ મોદીના હસ્તે થવાનું છે. રામનગરીમાં આજે પીએમ મોદી રોડ-શો કરવાના છે. તે બાદ અયોધ્યામાં નવનિર્મિત મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે. શહેરી શૈલીમાં બની રહેલા આ એરપોર્ટને વિપુલ વાર્શ્નેય અને તેમની ટીમ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. આ એરપોર્ટ બનાવવા પાછળ લગભગ 250 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. આ એરપોર્ટનું આર્કિટેક્ચર શ્રી રામના જીવનથી સંપૂર્ણપણે પ્રેરિત છે.

 


6 વંદે ભારત ટ્રેનને પીએમ બતાવશે લીલીઝંડી 

મુલાકાત દરમિયાન પીએમ મોદી લોકોનું અભિવાદન ઝિલ્શે. જ્યાં જ્યાંથી પીએમ મોદી પસાર થવાના છે ત્યાં તેમના આગમન વખતે પુષ્પવર્ષા થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ન માત્ર પુષ્પ વર્ષા પરંતુ ઘણી જગ્યાઓએ કલાકારો નૃત્ય અને ગાયન પણ કરશે. રેલવે સ્ટેશન પર નવી ઇમારતનું ઉદ્ઘાટન કરવા સાથે, પીએમ છ વંદે ભારત અને બે અમૃત ભારત સહિત આઠ ટ્રેનોને લીલી ઝંડી બતાવશે.



હવે અમેરિકા આ બધા જ દેશ પર કેટલો ટેરિફ લગાડવા જઈ રહ્યું છે તે પણ જણાવ્યું હતું. ભારત,અમેરિકન વસ્તુઓ ઉપર ૫૨% ટેરિફ લગાડે છે,જયારે હવે અમેરિકા ડીસ્કાઉન્ટ સાથે હવેથી ભારતની અમેરિકામાં થતી નિકાસો ૨૬% ટેરિફ વસુલશે.વ્હાઇટ હાઉસ દ્વારા આ ટેરિફ અમલીકરણ એપ્રિલની ૫મી તારીખથી શરુ થશે.અમેરિકાએ આ તમામ દેશ ઉપર ૧૦% ફ્લેટ ટેરિફ લગાડ્યો છે. આ ટેરીફનો અમલ એપ્રિલની ૯મી તારીખથી શરુ થશે.ભારત માટે શરૂઆતમાં ૫મી એપ્રિલથી ૧૦ ટકા ટેરિફ લાગશે અને પછી એપ્રિલની ૯મી તારીખથી બીજો ૧૬ ટકા ટેરિફ ઉમેરાશે. આમ ભારત ઉપર ટોટલ ૨૬ ટકા ટેરીફનું અમલીકરણ શરુ થઈ જશે.

સચિન અને શૈલેન્દ્રસિંહે બંને મળ્યા હતા જ્યાં વાતે વાતમાં શૈલેન્દ્રસિંહે સચિનની પત્નીના ફોટા બતાવ્યા હતાં. સચિને ફોન માંથી એની પત્નીના ફોટાને ડિલીટ કરવાનું કહ્યું, આ આનાકાની વણસી એટલે બંને વચ્ચે લીધેલી લોન અંગે વાત પહોંચી હતી. ગરમાગરમીમાં વાત વણસી જતાં શૈલેન્દ્રસિંહે એની પાસે પડેલા ચાકુથી, સચિનના ગળાના ભાગ પર હુમલો કર્યો. શૈલેન્દ્રસિંહે સચિન મરી ગયા બાદ એના શબને ઠેકાણે પાડવા માટે એના શરીરના અંગને એક એક કરીને કટર થી કાપવાનું શરૂ કર્યું. અને એક દિવસે એક અંગને થેલીમાં ભરીને ગટરમાં નાખ્યાં હતા.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ૧૦,૦૦૦ આરોગ્ય કર્મચારીઓને છૂટા કર્યા છે. તો આ તરફ ચિલીના રાષ્ટ્રપતિ ભારત આવ્યા છે તેમણે ભારત સાથે આર્થિક સંબંધોને વધુ ગાઢ બનાવવાની પહેલ કરી છે. વાત કરીએ આપણા પાડોશી દેશ મ્યાનમારની તો , ત્યાં ભૂકંપના લીધે મૃત્યુનો આંક ૨૭૦૦ને પાર થવાની સંભાવના છે.

વક્ફ સુધારા ખરડો તેને લોકસભામાં રજૂ કરી દેવાયો છે. સ્પીકર ઓમ બિરલાએ આ માટે ૮ કલાક ચર્ચા કરવા સમય ફાળવ્યો છે. તેમાંથી ૪ કલાક જેટલો સમય તો સત્તાધારી પક્ષના સાંસદોને ફાળવવામાં આવ્યો છે. વક્ફ સુધારા ખરડાનો વિરોધ ઇન્ડિયા અલાયન્સ જોરશોરથી કરી રહ્યું છે . વર્તમાન એનડીએ સરકારનું કેહવું છે કે , આ ખરડો એટલે લાવવામાં આવ્યો છે કેમ કે , વક્ફની સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતા લાવી શકાય.