Ayodhya : રામલલ્લાના દર્શન કરવા ઉમટી ભક્તોની મેદની! હજી સુધી લાખો ભક્તોએ લીધો દર્શનનો લાભ, મળ્યું કરોડોનું દાન


  • Published By :
  • Published Date : 2024-02-02 12:37:04

22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભવ્ય મહોત્સવ ઉજવાયો હતો. મંદિરમાં ભગવાન રામની મૂર્તિની સ્થાપના કરવામાં આવી. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન દેશ જાણે રામમય બન્યું હોય તેવું લાગતું હતું. બાળકો પણ રામનામ બોલતા હતા. ભગવાન રામના દર્શન કરવા માટે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ભગવાન રામ સાથે ભક્તોની આસ્થા જોડાયેલી છે. પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ થવાને 11 દિવસ જેટલો સમય વિતી ગયો છે અને આ સમય દરમિયાન 25 લાખ જેટલા ભક્તોએ દર્શનનો લાભ લીધો છે અને દિલ ખોલીને દાન કર્યું છે. 


22 જાન્યુઆરીએ મંદિરમાં બિરાજમાન થયા હતા રામલલ્લા

છેલ્લા ઘણા સમયથી ભગવાન રામ મંદિરમાં ક્યારે બિરાજમાન થશે તેની રાહ જોવામાં આવતી હતી. ભગવાન રામ સાથે અનેક ભક્તોની આસ્થા જોડાયેલી છે. અનેક ભક્તો માટે ભગવાન રામ ઈષ્ટ દેવ છે. અનેક દાયકાઓ બાદ એ ક્ષણ આવી હતી જ્યારે રામ ભગવાનની મૂર્તિની સ્થાપના મંદિરમાં કરવામાં આવી હતી. 22 જાન્યુઆરીએ એવો માહોલ હતો જ્યારે કોઈ તહેવાર હોય. અનેક ભક્તોએ એ દિવસે દિવાળી મનાવી હતી. ધામધૂમથી ભક્તોએ ઉજવણી કરી હતી. ભગવાનના દર્શન કરવા માટે ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભક્તોને અગવડ ના પડે તે માટે અનેક ટ્રેનોની વ્યવસ્થા કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ અનુસાર લગભગ 25 લાખ ભક્તોએ રામજન્મભૂમિની મુલાકાત લીધી છે. 


ભક્તોએ કર્યું કરોડોનું દાન!

ના માત્ર ભક્તો દર્શન માટે આવી રહ્યા છે પરંતુ દાન પણ દિલ ખોલીને ભક્તો કરી રહ્યા છે. એવી માહિતી સામે આવી છે કે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે જણાવ્યું કે છેલ્લા 10 દિવસમાં લગભગ 8 કરોડ રૂપિયા દાન પેટીઓમાં જમા થયા છે અને લગભગ 3.50 કરોડ રૂપિયા ઓનલાઈન પ્રાપ્ત થયા છે. જે દાનની વાત કરવામાં આવી રહી છે તેમાં પ્રસાદ તેમજ દાનની ભેટનો પણ સમાવેશ થાય છે.   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે