Ayodhya : રામ ભગવાનના દર્શન કરવા ગયેલા બનાસકાંઠાના યુવાનનું થયું હાર્ટ એટેકને કારણે મોત! જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-12 13:18:15

એક સમય હતો જ્યારે કોરોના શબ્દ કોમન બની ગયો હતો. ત્યારે હવે હાર્ટ એટેક શબ્દ સામાન્ય બની રહ્યો છે. અનેક એવા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં સાજા લાગતા વ્યક્તિ મોતને ભેટે છે. કોઈ વખત ડાન્સ કરતા કરતા તો કોઈ વખત ક્રિકેટ રમતા રમતા હાર્ટ એટેક આવી રહ્યો છે અને જોત જોતામાં માણસ હતો ન હતો થઈ જાય છે. એક સમય હતો જ્યારે હાર્ટ એટેકના કિસ્સાઓ મોટી ઉંમરના લોકોને આવતો હતો તેવું માનવામાં આવતું હતું પરંતુ હવે તો ઉંમર અને હાર્ટ એટેકને કોઈ લેવા-દેવા નથી. ત્યારે અયોધ્યમાં રામ ભગવાનના દર્શન માટે ગયેલા બનાસકાંઠાના એક વ્યક્તિનું મોત હાર્ટ એટેકને કારણે થઈ ગયું છે.


બનાસકાંઠાના યુવાનનું મોત થયું અયોધ્યામાં!

અનેક યુવાનો, શાળામાં ભણતા વિદ્યાર્થીઓ હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. અનેક ઘટનાઓ આપણી સામે છે જેમાં હાર્ટ એટેકને કારણે લોકોના મોત થઈ રહ્યા છે. હાર્ટ એટેકનો ખતરો પ્રતિદિન વધી રહ્યો છે. ત્યારે એક હાર્ટ એટેકનો કિસ્સો અયોધ્યાથી સામે આવ્યો છે. અયોધ્યામાં રામ ભગવાનના દર્શન માટે ગયેલા બનાસકાંઠાના એક વ્યક્તિનું મોત હાર્ટ એટેકને કારણે થઈ ગયું છે. મળતી માહિતી અનુસાર દર્શન કર્યા બાદ તે ત્યાં જ ઢળી પડ્યા. તેમના મૃતદેહને ગુજરાત લાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.


અયોધ્યા જઈ રહેલા વ્યક્તિનું થયું હાર્ટ એટેકને કારણે મોત! 

મહત્વનું છે કે આની પહેલા અયોધ્યા જઈ રહેલા વ્યક્તિનું મોત ટ્રેનમાં થઈ ગયું હતું. વડોદરામાં રહેતા વ્યક્તિ રામ ભગવાનના દર્શન કરવા માટે અયોધ્યા જઈ રહ્યા હતા. અયોધ્યા પહોંચે તે પહેલા જ ટ્રેનમાં તેમને હાર્ટ એટેક આવી ગયો અને તેમનું મોત થઈ ગયું. મહત્વનું છે કે હાર્ટ એટેકના કિસ્સાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે.     



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...