અયાન મુખર્જીએ જાહેર કરી બ્રહ્માસ્ત્ર પાર્ટ 2 અને 3ની ડેટ, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આપી જાણકારી


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-04-04 16:36:13

વર્ષ 2022માં આલિયા ભટ્ટ અને રણવીર કપૂરની ફિલ્મ બ્રહ્માસ્ત્ર આવી હતી જેને દર્શકોનો ભરપૂર પ્રેમ મળ્યો હતો. બોક્સઓફિસ પર ફિલ્મે સારી કમાણી કરી હતી. ત્યારે ફિલ્મના ડાયરેક્ટર અયાન મુખર્જીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે જેમાં બ્રહ્માસ્ત્રની સિક્વલ કયા વર્ષે રિલીઝ થશે તે અંગેની માહિતી આપી હતી. પાર્ટ વનની સફળતા બાદ ફિલ્મની સિક્વલને પણ સારો રિસ્પોન્સ મળે તે માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. અયાન મુખર્જીની ટ્વિટ મુજબ બ્રહ્માસ્ત્ર પાર્ટ-2 દેવ ડિસેમ્બર 2026માં રિલીઝ થવાની છે જ્યારે બ્રહ્માસ્ત્ર પાર્ટ - ડિસેમ્બર 2027માં રિલીઝ થવાની છે. 

Image


Image

બંને સિક્વલનું શુટિંગ એકસાથે થઈ રહ્યું છે!

વર્ષ 2022માં રિલીઝ થયેલી ફિલ્મ બ્રહ્માસ્ત્ર કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહી હતી. ફિલ્મ માટે દર્શકોએ ઘણી રાહ જોવી પડી હતી. પરંતુ જ્યારે ફિલ્મ રિલીઝ થઈ ત્યારે તેને દર્શકોનો ભરપૂર પ્રેમ મળ્યો હતો. ફિલ્મે અંદાજીત 100 કરોડ જેટલી કમાણી કરી હતી.ત્યારે આ ફિલ્મના સિક્વલની રાહ દર્શકો જોઈ રહ્યા હતા. ત્યારે દર્શકોની આતુરતાનો અંત આવી ગયો છે. અયાન મુખર્જીએ એક સાથે બે ડેટ રિલીઝ કરી છે. વર્ષ 2026માં બ્રહ્માસ્ત્ર ફિલ્મનો પાર્ટ 2 આવી રહ્યો છે જ્યારે 2027માં બ્રહ્માસ્ત્ર ફિલ્મ પાર્ટ 3 રિલીઝ કરવામાં આવશે. બંને સિક્વલનું શૂટિંગ સાથે કરવામાં આવી રહ્યું છે. 


સોશિયલ મીડિયા પર શેર કરી અયાન મુખર્જીએ વાત 

એક ઈન્ટરવ્યુ દરમિયાન અયાન મુખર્જીએ કહ્યું કે મેં નક્કી કર્યું હતું કે આ બંને ફિલ્મ એક સાથે બનશે અને બંને ફિલ્મની રિલીઝ ડેટ આસપાસ હશે. આ બંને ફિલ્મો બ્રહ્માસ્ત્ર કરતા વધારે સારી હશે. આ ફિલ્મમાં સ્ક્રીપટ પર વધારે ધ્યાન આપવામાં આવી રહ્યું છે. અયાન મુખર્જીએ કહ્યું કે બ્રહ્માસ્ત્ર ટ્રાયોલોજી, દી અસ્ત્રવર્સ અને મારી લાઈફને લઈ અપડેટ આપવાનો સમય આવી ગયો છે. પાર્ટ વનને મળેલા ફિડબેક અને પ્યાર બાદ... હું પાર્ટ 2 અને 3 પર ફોકસ કરી રહ્યો છું.         



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?