જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષા થઈ રહી છે. હિમવર્ષાને કારણે અનેક જગ્યાઓ પર સફેદ ચાદર પથરાઈ ગઈ છે. ત્યારે જમ્મુ-કાશ્મીરના બારામુલા જિલ્લામાં આવેલા ગુલમર્ગ સ્કીઈંગ રિસોર્ટ હિમસ્ખલનની ઝપેટમાં આવી ગયું છે. સ્કી રિસોર્ટ અફરવાત નામની ચોટી પર આવેલું છે. રિપોર્ટસના અનુસાર આ હિમસ્ખલનમાં અનેક વિદેશી સ્કીયરો ફસાયા હોવાની આશંકા સેવાઈ રહી છે. લોકોને બચાવાની કામગીરી કરવામાં આવી રહી છે.
હિમસ્ખલન થતાં બે વિદેશીઓના થયા મોત
જમ્મુ-કાશ્મીરના ફેમસ ટૂરિસ્ટ પ્લેસ ગુલમર્ગમાં એક એવલાંચ આવ્યો હતો જેમાં સ્કી રિસોર્ટ જપેટામાં આવી ગયો હતો. મળતી માહિતી અનુસાર આ હિમસ્ખલનમાં પોલેન્ડના બે ટૂરિસ્ટની મોત થઈ ગઈ છે, તો સાથે સાથે 19 વિદેશી નાગરીકોને બચાવી લેવામાં આવ્યા છે. આમાં કેટલા લોકો ફસાયા છે તે અંગે જાણી શકાયું નથી.
રેસ્ક્યુની ચાલી રહી છે કામગીરી
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે અવલાંચ એટલે કે હિમસ્ખલનની ઝપેટમાં આવ્યા તે લોકો ઢાળ પર હતા. આ ઘટનામાં મરેલા લોકોની બોડી મળી આવી છે. આ અંગે રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે. થોડા દિવસ પહેલા જ એટલે કે 29 જાન્યુઆરીના રોજ લદાખના કારગિલમાં અવલાંચ આવ્યું હતું જેમાં પણ અનેક લોકોના મોત થયા હતા.