સમગ્ર વિશ્વમાં લોકો ભયાનક મોંઘવારી અને આર્થિક મંદીનો સામનો કરી રહ્યા છે ત્યારે દેશમાં અર્થતંત્રનું ફૂલગુલાબી ચિત્ર જોવા મળી રહ્યું છે. વાહન વેચાણના આકડાએ તે બાબત સાબિત કરી છે કે દેશમાં લોકોની ખરીદ શક્તિ હજુ પણ યથાવત છે. દિલ્હી સ્થિત ફેડરેશન ઑફ ઓટોમોબાઇલ ડીલર્સ એસોસિએશન (FADA)માં યર ટુ યર બેસીસ પર 14 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. FADA પ્રમાણે જાન્યુઆરી, 2023 દરમિયાન દરેક કેટેગરીમાં કુલ વેચાણ 18,26,669 યુનિટ્સ નોંધાયું છે, જે ગત વર્ષના સમાન સમયગાળા દરમિયાન 16,08,505 યુનિટ્સ રહ્યું હતું.
વાહનોનું વેચાણ કેટલું વધ્યું?
દેશમાં ચાલુ વર્ષની શરૂઆત ઓટો સેક્ટર માટે ઉત્સાહવર્ધક રહી છે. દેશમાં જાન્યુઆરી મહિનામાં પેસેન્જર વાહનો, ટ્રેક્ટર્સ તે ઉપરંત ટૂ-વ્હીલર્સ અને કોમર્શિયલ વાહનોનું વેચાણ અનુક્રમે 10%, 59%, 8% અને 16%ની વૃધ્ધી જોવા મળી છે. પેસેન્જર વાહનોનું વેચાણ પણ 22 ટકા વધીને 3,40,220 યુનિટ્સ (2,79,050 યુનિટ્સ) નોંધાયું છે. તદુપરાંત, ટૂ-વ્હીલરનું રિટેલ વેચાણ પણ 10 ટકા વધીને અગાઉના 11,49,351 યુનિટ્સથી વધીને 12,65,069 યુનિટ્સ નોંધાયું છે. થ્રી-વ્હીલર્સનું વેચાણ પણ 59 ટકા વધીને અગાઉના 41,487 યુનિટ્સથી વધીને 65,796 યુનિટ્સ નોંધાયું છે. કોમર્શિયલ વાહનોનું વેચાણ પણ 70,853 યુનિટ્સથી 16 ટકા વધીને 82,428 યુનિટ્સ નોંધાયું છે. ટ્રેકટર્સનું વેચાણ પણ 8 ટકા વધીને 73,156 યુનિટ્સ રહ્યું છે. જે ગત વર્ષના સમાન સમયગાળા દરમિયાન 67,764 યુનિટ્સ હતું.
Total vehicle retail sales grew 14 pc in Jan 2023: FADA
Read @ANI Story | https://t.co/eQmY16hRFp#TotalVehicleRetail #Sales #FADA #automobiles pic.twitter.com/XMsjcOamVM
— ANI Digital (@ani_digital) February 6, 2023
2020ની તુલનામાં વેચાણ 8 ટકા ઓછું
Total vehicle retail sales grew 14 pc in Jan 2023: FADA
Read @ANI Story | https://t.co/eQmY16hRFp#TotalVehicleRetail #Sales #FADA #automobiles pic.twitter.com/XMsjcOamVM
જો કે રસપ્રદ બાબત એ છે કે જાન્યુઆરી 2023માં રિટેલ વેચાણ જાન્યુઆરી 2020ની તુલનામાં હજુ પણ 8 ટકા ઓછું છે. FADAના જણાવ્યા પ્રમાણે ટુ વ્હિલરના વેચાણાં ધીમો સુધારો જોવા મળી રહ્યો છે. પેસેન્જર વાહનોના વેચાણમાં સૌથી સારો 22 ટકાનો વધારો જોવા મલ્યો છે.