ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ અમદાવાદના મહેમાન બન્યા છે. તેઓ આવતી કાલે યોજાનારી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ટેસ્ટ સિરીઝની અંતિમ મેચમાં PM મોદી સાથે સ્ટેડિયમમાં ઉપસ્થિત રહેશે.આ ટેસ્ટ મેચ કાલે 9 માર્ચના રોજ અમદાવાદના મોટેરા ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવવાની છે. ઓસ્ટ્રેલિયાના PM એન્થોની અલ્બેનીઝ આજે સાંજે 4 વાગ્યાની આસપાસ અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા હતા. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનનું CM ભૂપેન્દ્ર પટેલ, રાજ્યકક્ષાના મંત્રી જગદીશ પંચાલ અને મેયર કિરીટ પરમારે અમદાવાદ એરપોર્ટ પર પરંપરાગત રીતે સ્વાગત કર્યું હતું.
ગાંધી આશ્રમની મુલાકાત લીધી
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની એલ્બાનીઝ એરપોર્ટ પરથી સીધા જ ગાંધી આશ્રમ પહોંચ્યા હતા. તેમણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના આશ્રમની મુલાકાત લીધી હતી અને ગાધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.આ ઉપરાંત તેમણે વિઝિટર બુકમાં સંદેશ પણ લખ્યો હતો. વિઝિટર બૂકમાં લખ્યું કે, તેમના જીવનમાંથી ઘણું બધું શીખવાનું છે.
ઓસ્ટ્રેલિયાના PMને આ ભેટ અપાઈ
ઓસ્ટ્રેલિયાના PMને 1982માં ઓસ્ટ્રેલિયાના સંસોધક થોમસ વેબર દ્વારા લખાયેલું સોલ્ટ માર્ચ તથા ગાંધીજી ઇન અમદાવાદ પુસ્તક ભેટ સ્વરૂપે આપવામાં આવ્યું હતું. તે ઉપરાંત ચરખાનું મોડલ પણ ભેટમાં આપવામાં આવ્યું છે.
રાજભવન ખાતે ધૂળેટીની મજા માણી
ઓસ્ટ્રેલિયાના PM એન્થોની અલ્બેનીઝે ગુજરાતની મુલાકાતે આવી પહોચ્યા છે. ભારતીય પંરપાર મુજબ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું. ગાંધીનગરમાં રાજભવન ખાતે ધુળેટીની ઉજવણી માટે ભવ્ય આયોજન કરાયું હતું. ગાંધીનગરમાં ઓસ્ટ્રેલિયાના PMએ રંગોત્સવ મનાવ્યો હતો. ઓસ્ટ્રેલીયાના PMએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે હોળીના રંગથી રંગાઈ એકબીજાને શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે રાજ્યપાલ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.