ન્યૂઝીલેન્ડ સાથેની વન ડે ઈન્ટરનેશનલ ક્રિકેટ બાદ એરોન ફિન્ચે સન્યાસની જાહેરાત કરી દીધી છે. 8 સપ્ટેમ્બરે ન્યૂઝીલેન્ડ સામેની મેચ એરોન ફિન્ચેની છેલ્લી ODI હતી.
એરોન ફિન્ચે રિટાયર્મેન્ટ પર શું કહ્યું?
એરોન ફિન્ચે પત્રકારોને જણાવ્યું હતું કે, "આ એક યાદગાર સફર હતી જે આજે પૂરી થઈ છે. મને ઓડીઆઈમાં જોડાવાનો મોકો મળ્યો તેથી હું મને ભાગ્યશાળી સમજું છું. તે તમામ મિત્રનો આભાર જેણે મને મારી કારકિર્દીમાં મદદ કરી છે."
એરોન ફિન્ચની ODI સફર
જાન્યુઆરી 2013માં એરોન ફિન્ચે વન ડે ઈન્ટરનેશનલ મેચમાં ઓસ્ટ્રેલિયા તરફથી રમવામાં ડેબ્યૂ કર્યું હતું. ઓડીઆઈમાં 145 મેચમાં તેમણે 141 ઈનિંગમાં 5,401 રન નોંધાવ્યા હતા. જ્યારે 145 મેચમાં તેમણે 21 ઈનિંગ રમી 4 વિકેટ પણ લીધી છે. તેમણે વર્ષ 2019માં શારજાંહ ક્રિકેટ સ્ટેડિયમમાં પાકિસ્તાન સામે 153 રન નોંધાવ્યા હતા.