ઓસ્ટ્રેલિયાએ આ 5 ભારતીય રાજ્યોના વિદ્યાર્થીઓ પર મુક્યો પ્રતિબંધ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-05-25 18:28:21

1. ફવાદ ચૌધરી અને ઇમરાનના તલાક તલાક તલાક!

પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાનને વધુ એક ઝટકો, ઇમરાન ખાનનો જમણો હાથ ગણાતા અને સરકારમાં માહિતી અને પ્રસારણ ખાતાના મંત્રી રહી ચૂકેલા ફવાદ ચૌધરીએ રાજીનામું આપ્યું.. તેમણે ટ્વીટ કરીને રાજીનામાની જાહેરાત કરી હતી અને જણાવ્યું હતું કે ઇમરાન ખાનની ધરપકડના કારણે 9 મે ના રોજ પાકિસ્તાનમાં  જે રમખાણો થયા તેની હું નિંદા કરું છું.. અને હવે રાજકારણમાંથી થોડો સમય બ્રેક લઇ રહ્યો છું.. અને ઇમરાન ખાનથી અલગ થવાનો રસ્તો અપનાવી રહ્યો છું.. 


2. ઝિમ્બાબ્વે સૌથી કંગાળ 

અમેરિકાના પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી સ્ટીવ હેન્કે એન્યુઅલ મિઝરી ઇન્ડેક્સ એટલે કે વિશ્વના સૌથી દુ:ખી અને બદહાલ દેશોની યાદી બહાર પાડી છે.. જેમાં આફ્રિકા ખંડનો  દેશ ઝિમ્બાબ્વેને પ્રથમ ક્રમ અપાયો છે.. લિસ્ટમાં સુદાન, સિરીયા જેવા દેશોનું નામ પણ સામેલ છે..જેઓ યુદ્ધની સ્થિતિ સહન કરી રહ્યા છે.. પરંતુ ઝિમ્બાબ્વેની હાલત આ દેશો કરતા પણ ખરાબ છે..  ઝિમ્બાબ્વેમાં ફુગાવાનો દર 243.8 ટકા છે.. કુલ 157 દેશોની આ યાદી છે જેમાં ભારતનો ક્રમ 103  છે.. જ્યારે અમેરિકાનો ક્રમ  134 છે..


3. જોર્ડનના શાહી પરિવારમાં લગ્નની શરણાઈઓ

જોર્ડનના શાહી પરિવારમાં લગ્નની  શરણાઇઓ ગુંજી રહી છે.. જોર્ડનના ક્રાઉન પ્રિન્સ  હુસેન બિન અબ્દુલ્લાના લગ્ન સાઉદી અરેબિયાની રજવા અલ સૈફ સાથે થઇ રહ્યા છે.. જોર્ડનની ક્વિન રાનીઆએ તેની ભાવિ પુત્રવધુ માટે મહેંદી સેરેમનીનું આયોજન કર્યુ હતું.. રજવા અલ સૈફ જો કે રોયલ પરિવારમાંથી નથી..તે સાઉદી અરેબિયાના એક વેપારીની પુત્રી છે..રજવા અને પ્રિન્સ હુસેન એક  કોમન મિત્રો દ્વારા મળ્યા હતા.. આ કપલ 1લી જૂને લગ્નગ્રંથિથી જોડાશે.. 


4. ઓસ્ટ્રેલિયા થયું આગ આગ 

ઓસ્ટ્રેલિયાના સિડનીમાં રેન્ડલ સ્ટ્રીટ પર આવેલી એક સાત માળની ઇમારતમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.. ફાયરબ્રિગેડ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી..અને આશરે 100 જેટલા ફાયર  ફાઇટરો આગ બુઝાવવાની કામગીરીમાં લાગ્યા હતા..આગ લાગવાનું કારણ હજુ બહાર નથી આવ્યું પરંતુ ઇમારતને મોટાપાયે નુકસાન પહોંચ્યું છે.. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આસપાસની અન્ય બિલ્ડીંગ સુધી પણ તેની જ્વાળાઓ ફેલાઇ હતી.. 


5. ઉત્તર કોરિયા રોકેટ મૂકશે

ઉત્તર કોરિયા સેટેલાઇટ લોન્ચ પેડ વિકસાવી રહ્યું છે..એટલે નોર્થ કોરિયા હવે ઉપગ્રહ તરતા મૂકશે અને તે માટે તે નોર્થ કોરિયાના તાનાશાહ  કિમ જોંગ ઉને લોન્ચિંગ સ્ટેશનને વિકસાવવા મંજૂરી આપી દીધી છે..નોર્થ કોરિયા પોતાના ઉપગ્રહોનો ઉપયોગ અન્ય દેશો પર જાસૂસી કરવા માટે કરી શકે છે તેવી માહિતી અમેરિકાની થિંક ટેન્ક સાથે જોડાયેલા એક રિપોર્ટમાં સામે આવી છે.. 


6. પનામામાં ધ્રુજી ધરતી

પનામા અને કોલંબિયાની સરહદ પર 6.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે..યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજીકલ સર્વેના એક રિપોર્ટ અનુસાર બુધવારે મોડીરાત્રે 10 વાગ્યાની આસપાસ દારીયાના અખાત પાસે જ્યાં પનામા અને કોલંબિયાની સરહદો મળે છે ત્યાં પહેલા 6.6 અને તે પછી 4.9ની તીવ્રતાનો ભૂકંપના આંચકો અનુભવાયો હતો... આ ભૂકંપથી કોઇ જાનહાનિના સમચાર નથી..


7. ઝેલેન્સ્કીએ માગી પીએમ મોદીની મદદ

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમીર ઝેલેન્સ્કીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને યુક્રેનની મુલાકાતે આવવાનું આમંત્રણ આપ્યું છે..તાજેતરમાં જાપાનના હીરોશીમામાં યોજાયેલી G-7 સમિટમાં ઝેલેન્સ્કીએ યુક્રેન પીસ પ્રપોઝલની રજૂઆત કરી હતી.. જેમાં તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સહકાર માંગ્યો હતો.. જે અંગે ભારત વિચારણા કરી રહ્યું હોવાની માહિતી અપાઇ હતી..


8. ઓસ્ટ્રેલિયાની સંસદે બતાડી બીબીસીની ડોક્યુમેન્ટ્રી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ઓસ્ટ્રેલિયાની સંસદમાં પીએમ મોદી પરની પ્રતિબંધિત બીબીસી ડોક્યુમેન્ટ્રી 'India: The Modi Question' દર્શાવવામાં આવી હતી.. આ સ્ક્રિનીંગ દરમિયાન વિપક્ષોએ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન  એન્થોની અલ્બાનીઝની પીએમ મોદી સાથેની મુલાકાત પર નારાજગી વ્યક્ત કરી હતી.. અને નિવેદન આપ્યું હતું કે આલ્બેનીઝે પીએમ મોદી સાથે  ભારતમાં થઈ રહેલા માનવાધિકાર ઉલ્લંઘન અને પ્રેસની સ્વતંત્રતા ઘટાડવાના આરોપો અંગે ચર્ચા કરવી જોઇતી હતી.  


9. ઓસ્ટ્રેલિયામાં ભારતના વિદ્યાર્થીઓ પર પ્રતિબંધ

ઓસ્ટ્રેલિયાની કેટલીક યુનિવર્સિટીઓએ ભારતીય મૂળના 5 વિદ્યાર્થીઓ પર પ્રતિબંધ મૂકી દીધો છે..  જેમાં ગુજરાતનો પણ એક વિદ્યાર્થી છે.. ઓસ્ટ્રેલિયાના અખબાર સિડની મોર્નિંગ હેરાલ્ડના એક રિપોર્ટ મુજબ પંજાબ, ઓસ્ટ્રેલિયાની બે મોટી યુનિવર્સિટીઓએ ગયા અઠવાડિયે તેમના એજ્યુકેશન એજન્ટોને પત્ર લખ્યો હતો. જેમાં પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરના વિદ્યાર્થીઓને પ્રવેશ ન આપવા સૂચના આપવામાં આવી હતી... આ યુનિવર્સિટીઓ આરોપ લગાવી રહ્યા છે કે લોકો સ્ટુડન્ટ વિઝા લઇને બાદમાં નોકરી કરવા લાગે છે અને પ્રવેશ અધૂરો છોડી દે છે.. આથી હવે ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટીઓએ એડમિશન પોલિસી વધુ કડક બનાવી દીધી છે.. 


10. બાળકીઓ ભણે નહિ એટલે સ્કૂલ ઉડાડી દીધી

પાકિસ્તાનના ઉત્તર વઝીરીસ્તાનના મિરાલી વિસ્તારમાં કેટલાક અફઘાન કટ્ટરપંથીઓએ સરકારી કન્યાશાળાના મકાનોમાં વિસ્ફોટ કર્યા હતા.. બોમ્બ વિસ્ફોટ મોડીરાત્રે કરવામાં આવ્યા હોવાથી કોઇ જાનહાનિ થઇ નથી.. પરંતુ ત્યાંની સ્થાનિક છોકરીઓને અભ્યાસ કરતી અટકાવવા કટ્ટરપંથીઓએ આ પગલું ભર્યું છે.. શાળાના 2 મકાનોમાં કુલ 500 છોકરીઓ અભ્યાસ કરતી હતી.. જ્યાં હવે વિસ્ફોટને કારણે મકાનોને ખૂબ જ નુકસાન પહોંચ્યું છે.. અને શિક્ષણકાર્ય અટકી ગયું છે..



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?