Australia : સિડનીના મોલમાં હુમલાખોરે કર્યો ચપ્પાથી હુમલો, સર્જાઈ અફરા-તફરી, અનેક લોકોના થયા મોત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-13 16:10:23

ઓસ્ટ્રેલિયાના સીડનીમાં એક મોટી ઘટના બની છે જેમાં 5થી 6 લોકોની હત્યા થઈ છે. સીડનીમાં એક અજાણ્યા વ્યક્તિ દ્વારા મોલમાં ફાયરિંગ કરવામાં આવ્યું ઉપરાંત ચપ્પાથી લોકો પર હુમલો પણ કરવામાં આવ્યો. સીડની શહેરમાં સ્થિત વેસ્ટફીલ્ડ બોન્ડી જંક્શન મોલમાં હુમલો થયો છે અને ગોળીબારી થઈ છે જેને કારણે અફરા તફરી સર્જાઈ છે. પાંચથી 6 લોકોના મોત થયા હોવાની માહિતી સામે આવી છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. એક વ્યક્તિએ ચપ્પાથી લોકો પર હુમલો કર્યો છે. મળતી માહિતી અનુસાર જે વ્યક્તિએ હુમલો કર્યો છે તેને પોલીસે ઠાર મારી દીધો છે.     

હુમલામાં થયા પાંચ લોકોના મોત 

ઓસ્ટ્રેલિયાના સિડનીથી જે ઘટના સામે આવી છે તે એકદમ હચમચાવી દે તેવી છે..  હુમલાની અનેક ઘટનાઓ આપણે સાંભળી હશે.. કોઈ વખત હુમલામાં ગોળીબારી થતી હોય છે  તો કોઈ વખત બોમ્બ દ્વારા હુમલો કરવામાં આવે છે. પરંતુ આ વખતે હુમલાખોરે ચપ્પાથી હુમલો કર્યો છે અને પાંચ લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે. પાંચ લોકોના તો મોત થયા પરંતુ અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. હુમલામાં એક મહિલા અને બાળકીનું મોત થયું છે તેવી માહિતી સામે આવી છે.. ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો ત્યાં આવી પહોંચ્યો હતો 


પોલીસે હુમલાખોરને મારી ગોળી અને થઈ ગયું મોત 

મળતી માહિતી અનુસાર હુમલાખોરે અચાનક ચપ્પા વળે હુમલો કરવાનો શરૂ કરી દીધો જેને કારણે અફરા તફરી મચી ગઈ, ભાગાદોડી મચી ગઈ... ત્યાંના સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર મોલની અંદરથી ફાયરિંગ થવાનો અવાજ આવ્યો, જે બાદ લોકોએ ભાગવાનું શરૂ કરી દીધું. પોલીસ ત્યાં આવી પહોંચી અને હુમલાખોર પર ફાયરિંગ કર્યું. આ ફાયરિંગની ઘટનામાં હુમલાખોરનું મોત થઈ ગયું છે તેવી માહિતી સામે આવી છે... 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?