AUDA આવી રીતે દૂર કરશે ટ્રાફિકની સમસ્યા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-08 19:42:51

અમદાવાદને મળશે વધુ 10 ઓવરબ્રીજ 

અમદાવાદ શહેરનો વિકાસ ખૂબ ઝડપ થઈ રહ્યો છે. અમદાવાદના સોલા, શીલજ, ગોતા જેવા વિસ્તારો ઝડપથી વિકસી રહ્યા છે. ત્યારે આ વિસ્તારને જોડતો માર્ગ એટલે SP રોડ પર ટ્રાફિકની સમસ્યા દૂર કરવા વધુ 10 ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવશે. આ ઓવરબ્રિજનું નિર્માણ AUDA એટલે કે અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઑથોરિટી દ્વારા કરવામાં આવશે.  


નિર્માણ દરમ્યાન લોકોને નહીં પડે કોઈ મુશ્કેલી 

આ ઓવરબ્રિજોનું નિર્માણ SP (સરદાર વલ્લભભાઈ પટેલ) રિગં રોડ પર થવાનું છે. જેથી AUDA દ્વારા આ વખતે એક વિશેષ આયોજન કર્યું છે. જેમાં બ્રિજ નિર્માણ દરમ્યાન સામાન્ય લોકોને કોઈ તકલીફ ન પડે એ માટે  સૌપ્રથમ જે સર્વિસ રોડ છે તેને RCC રોડમાં ફેરવવામાં આવશે. ત્યારબાદ બ્રિજનું કામ શરૂ કરવામાં આવશે, જેથી ખાડાની સમસ્યા દૂર થશે. આપને જણાવી દઈએ કે AUDAના CEO આરબી દેસાઇના અનુસાર ઓવરબ્રીજ પાછળ કુલ 790 કરોડનો ખર્ચ થશે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?