અતુલ સુભાષ વિશે જાણો, પત્ની અને સાસરીના ત્રાસથી પુરુષને કોણ બચાવે?


  • Published By : Admin
  • Published Date : 2024-12-11 17:10:43

બંધારણ વંચિતની તરફેણમાં પણ વંચિત વિલન હોય તો?


આપણા દેશનું બંધારણ વંચિતની તરફેણમાં એટલે ઘડવામાં આવ્યું છે જેથી સદીઓના અન્યાય સામે એમને કાયદાનું રક્ષણ મળે, પણ એ કાયદાનો ગેરફાયદો જો કોઈ ઉપાડે છે તો એ સભ્યતાનું સૌથી મોટુ દુશ્મન છે, અને એમનાથી ખતરનાક આ સમાજ માટે બીજુ કોઈ જ નથી.. એક પુરૂષ જે સ્ત્રી અત્યાચારને કારણે મોતને ભેટ્યો એની વાત કરવી છે આજે... સમાજમાં પુરૂષ હોવુ એ ગુનો નથી એ વિષય પર વાત કરવી છે... સ્ત્રી શું કામ સ્ત્રીની આટલી મોટી દુશ્મન બની રહી છે એ પ્રશ્ન પુછવો છે, આજે વાત કરવી છે અતુલ સુભાષની


34 વર્ષનો દિકરો ગુમાવ્યો એ મા-બાપને ન્યાય કોણ અપાવશે? 

જેને અધિકાર મળ્યા હોય એ સમુદાયે સૌથી પહેલા અવાજ ઉઠાવવો જોઈએ જ્યારે એમની આસપાસના જ અમુક માણસો એ અધિકારનો ગેરફાયદો ઉઠાવવા માંડે. અતુલ સુભાષ નામે 34 વર્ષનો યુવાન, ઉંમર યાદ રાખજો માત્ર 34 વર્ષ, વર્ષ 2019માં એના લગ્ન થાય છે, લગ્નનાં 5 જ વર્ષમાં પત્ની અને સાસુ સસરા તરફથી એટલા ટોર્ચરનો સામનો કરે છે કે થોડા દિવસ પહેલા જ 40 પાનાની સ્યુસાઈડ નોટ અને દોઢ કલાકનો વીડિયો મુકીને મરી જાય છે... અતુલ કૌશીક આ એટલા માટે કરે છે કેમ કે એમને લાગે છે આ છેલ્લો રસ્તો બચ્યો છે નર્ક બની ગયેલી ન્યાય વ્યવસ્થામાં એના હિસ્સાનો ન્યાય મેળવવાનો... અતુલ કૌશીકના કિસ્સામાં દોઢ કલાકનો વીડિયો અને 40 પાના ભરીને સાબિતી સાથેની નોટ હોવાના કારણે આ વિષય ચર્ચાનું પણ કેન્દ્ર બન્યો, બાકી એલિમોનીના નામ પર, પુરુષ પાસેથી ભરણપોષણ મેળવવાના નામ પર સ્ત્રીઓ જે માનસીક અત્યાચાર પુરૂષો પર કરી રહી છે એનો ન્યાય ક્યાં જઈને માગવાનો... અતુલ કૌશિકના પત્નીએ એની પાસે 3 કરોડ રૂપિયા માંગ્યા, આરોપ એ છે કે જૌનપુરની અદાલતના જજે 5 લાખ રૂપિયાની લાંચ માંગી, જજ પણ મહિલા હતા, કાનૂન સ્ત્રી તરફી હોવાનો મતલબ કાનૂનનું જ ભ્રષ્ટાચારી કે કાનૂનના આંધળા હોવું નથી, પણ વર્ષોથી સાબિત તો એ જ થઈ રહ્યું છે... અતુલ કૌશિકે પત્ની અને એમના પરિવારને લાખો રૂપિયા આપ્યા હોવા છતા દહેજનો કેસ કરી દીધો, 2 વર્ષના બાળકનું મોંઢુ પણ ના જોવા દીધું... જાણે પિતાનો બાળક પર કોઈ જ અધિકાર ના હોય એ રીતે માનસીક ટોર્ચર કરવામાં આવ્યા, એક વાર કંટાળીને કહ્યું કે મરી જઈશ તો મરવા માટે ઉકસાવ્યો અને કહ્યું કે મર્યા પછી તારી સંપત્તિ મારી થઈ જશે અને તારા મા-બાપ મરશે તો એમની સંપત્તિમાં પણ મને હિસ્સો મળશે... આટલી નફ્ફટાઈથી એક સ્ત્રી, એક પત્ની, એક મા, એક વહુ બધા જ સંબંધોના વિચ્છેદ ઉડાવીને ઉકસાવી રહી છે 34 વર્ષના એક યુવાનને મરી જવા માટે... લગ્નના 6 મહિનાની અંદર જ અતુલ કૌશીકના સસરાનું મૃત્યું થઈ ગયુ હતુ તો આરોપ લગાવ્યો કે દહેજ માગવાના કારણે પિતા મૃત્યુ પામ્યા છે, છેલ્લા બે વર્ષમાં 120 વાર અદાલતના ચક્કર લગાવવા પડ્યા.. તારીખ પર તારીખ એનાં માથા પર મારવામાં આવી.. દિપીકા નારાયણ ભારદ્વાજ જે પુરૂષ અધિકાર માટેના એક્ટીવિસ્ટ છે એમણે આ કેસને લગતી માહિતી સોશલ મીડિયા એક્સ પર શેર કરી અને પછી આખા દેશમાં એની ચર્ચા થઈ રહી છે. જૌનપુરના જજથી લઈ અતુલ કૌશિકના પત્ની અને એમના સંબંધીઓ સામે પગલા ક્યારે લેવાશે એ ખબર નથી, અતુલના ભાઈ બિકાસ કુમારે બેંગ્લોરમાં ફરીયાદ દાખલ કરાવી છે, અતુલના પત્ની નિકિતા સિંઘાનીયા, સાસુ નિશા સિંઘાનીયા, સાળા અનુરાગ સિંઘાનીયા અને કાકા સુશિલ સિંઘાનીયા સામે આત્મહત્યા માટે ઉશ્કેરણીનો ગુનો દાખલ કરાયો છે

અતુલની છેલ્લી 12 ઈચ્છાઓ જાણો 

ખુબ લાંબી નોટ્સમાંથી આ 12 માંગણીઓનો ભાવાનુવાદ મેં તમારી સામે મુક્યો છે, આ વાંચ્યા પછી કોઈ પણ સામાન્ય માણસને આઘાત લાગે એવો કિસ્સો છે, પણ કમનસીબી એ છે કે એક ઘરમાં 34 વર્ષના દિકરાની અર્થી ઉઠ્યા પછી આ પ્રશ્નો થઈ રહ્યા છે. હવે કોઈ જ જગ્યાએ આવી વાતોનું પૂનરાવર્તન ના થાય એના માટે પ્રયત્ન કરીએ

એકબાજુ શોષણનો શિકાર સ્ત્રી, બીજી બાજુ આવી બેફામ સ્ત્રી

આજે પણ અનેક સ્ત્રીઓ હદથી વધારે શોષણનો સામનો કરી રહી છે, ખુલીને અત્યાચાર સામે બોલી પણ નથી શકતી, એ 40-50 વર્ષની સ્ત્રીઓના ગાલ અનેક તમાચાઓના ભોગ બન્યા છે પણ એના મોંઢામાંથી હરફ નથી બહાર આવ્યો, ત્યારે આવી સ્ત્રીઓ જે એમને આશિર્વાદની જેમ મળેલા કાયદાનો ખોટો ઉપયોગ કરે છે, એ પરિવારો જે રૂપિયાની લાલચમાં દિકરીને ખોટા રસ્તે લઈ જાય છે અને છેલ્લે પોતાની જ દિકરીને બરબાદ કરી મુકે છે એવા લોકો આ સમાજના અને સ્ત્રી અધિકારોના સૌથી મોટા દુશ્મન બની રહ્યા છે... આવી પત્નીઓથી સમાજને બચાવીએ. 




ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?

ખુબ નાની વયના યુવાનો શું કામ ડ્રગ્સના રવાડે ચડી રહ્યા છે? અમદાવાદના પ્રિન્સને મિત્રએ જ મજા આવશે કહીને ઈન્જેક્શન અપાવ્યું અને જીવ ગયો. દોસ્તી જેવો પવિત્ર સંબંધ શું કામ લાજી રહ્યો છે?

મોદી સ્ટેડિયમમાં આજે 1 લાખથી વધુ હરિભક્તોનું અમદાવાદમાં સન્માન કરવામાં આવશે. "સુવર્ણ કાર્યકર મહોત્સવ" શું છે તે જુઓ

અનેક ગુજરાતીઓ એવા હશે જેમને ગુજરાતી ભાષા બોલતા નથી આવડતી... ભાષાની જે મીઠાશ હોવી જોઈએ તેવી ભાષા લોકોને નથી આવડતી..