નકલી CMOની ઓળખ આપી જામનગર પોલીસને કર્યો છેતરવાનો પ્રયાસ! 'હું CM કાર્યાલયમાંથી બોલું છું....', જાણો કેવી રીતે ભાંડો ફૂટ્યો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-08-13 18:14:03

નકલી પીએમ ઓફિસર બની અનેક લોકો સાથે છેતરપિંડી કરનાર કિરણ પટેલ તો બધાને યાદ જ હશે. કિરણ પટેલનો કિસ્સો સામે આવ્યો તે બાદ અનેક ઠગોના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. એકબાદ એક ઠગાઈના કિસ્સો નોંધાઈ રહ્યા છે. વધુ એક ઠગનો પર્દાફાશ જામનગર પોલીસે કર્યો છે.  થોડા સમય પહેલા સાયબરક્રાઈમના માસ્ટરમાઈન્ડ ગણાતા વ્યક્તિને સુરતથી ઝડપી પાડ્યો છે. ત્યારે તે આરોપીને પોલીસ સકંજામાંથી છોડાવવા માટે એક વ્યક્તિએ નકલી સીએમઓ અધિકારી બની જામનગર પોલીસ સ્ટેશન ફોન કર્યો હતો અને આમીર અસલમને છોડવામાં આવે તેવી વાત કહી હતી.    


આરોપીને છોડાવવા નકલી સીએમઓ અધિકારી બની આપી ઓળખ!

જામનગર એસપીના નંબર પર એક ફોન આવે છે જેમાં ફોન કરનાર વ્યક્તિએ પોતાની ઓળખ સીએમઓ ઓફિસરની આપી હતી. નિકુંજ પટેલ તરીકેની ખોટી ઓળખ આપી જામનગર પોલીસે પકડેલા આમીર અસલમને છોડવાની વાત કહી. ફોન પર તેણે કહ્યું કે હું મુખ્યમંત્રી કાર્યાલય પરથી નિકુંજ પટેલ બોલું છું, તમે જે આમીર અસલમને પકડ્યો છે તેને તાત્કાલિક છોડી દેવામાં આવે તેવી ભલામણ કરી હતી. જે આરોપીને છોડવાની વાત ફોન પર કરવામાં આવી હતી તે સાયબરક્રાઈમનો માસ્ટરમાઈન્ડ હતો. લાખો રૂપિયાની છેતરપિંડી કર્યા હોવાના કેસમાં તે આરોપી હતો. ઓનલાઈન ફ્રોડમાં આમીર અસલમનું નામ સામે આવ્યા બાદ સુરતથી તેની ધરપકડ કરી લેવામાં આવી છે. મહત્વનું છે કે રાજ્યભરના અનેક લોકોને આર્થિક રીતે છેતરનાર ટોળકીને ત્રણ વર્ષ પૂર્વે જામનગર પોલીસે પકડી પાડી હતી. અગાઉ આ પ્રકરણમાં પાંચ આરોપી વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. પાંચ આરોપીને દબોચી લેવાયા હતા જયારે માસ્ટર માઈન્ડ એવા આરોપી અસલમને થોડા સમય પહેલા પકડવામાં આવ્યો હતો.


ફોન કરનાર સાચે સીએમઓ અધિકારી છે તે જાણવા પોલીસે કર્યું ક્રોસ ચેક

સુરતથી પોલીસે તેની ધરપકડ કરી હતી. ત્યારે નકલી સીએમો અધિકારી બની તેને છોડવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. પરંતુ પોલીસે જ્યારે ફોનકોલ અંગે અને નિકુંજ પટેલ અંગે મુખ્યમંત્રી કાર્યાલયમાં તપાસ કરાવી ત્યારે ખબર પડી કે તે ફોન કોલ ફ્રોડ હતો. નિકુંજ પટેલ નામનો અધિકારી ત્યાં કામ કરતો નથી. આ નામનો અધિકારી કોઈ છે જ નહી. ફોન કોલની વાસ્તવિક્તા અંગે જ્યારે પોલીસને જાણ થઈ ત્યારે પોલીસે આ મામલે તપાસ કરી. નકલી સીએમઓ અધિકારી બની કોણે ફોન કર્યો હતો તે જાણવા અંગે તજવીજ હાથ ધરી હતી. અને તપાસ દરમિયાન તે અમદાવાદથી ઝડપાયો હતો. 


અમદાવાદથી ઝડપાયો જામનગર એસપીને ફોન કરનાર વ્યક્તિ 

આ મામલે જ્યારે પોલીસને પૂછવામાં આવ્યું ત્યારે પોલીસે જણાવ્યું કે એસપીના ફોન પર ફોન આવ્યો જેમાં કહેવામાં આવ્યું કે ઘાટલોડિયા મુખ્યમંત્રી કાર્યાલય પરથી બોલી રહ્યો છે અને આમરીને છોડી મૂકવામાં આવે તેવી વાત કહી હતી. આ મામલે પોલીસને શક ગયો કારણ કે સરકારી અધિકારી આવી રીતે ફોન નથી કરતા. ત્યારે આ ફોન કોલ સાચે મુખ્યમંત્રી કાર્યાલયથી કરવામાં આવ્યો છે તે જાણવા માટે ઓફિસનો સંપર્ક કરવામાં આવ્યો. ત્યારે સમગ્ર મામલો સામે આવ્યો. જામનગર પોલીસે ખોટી ઓળખ આપવા બદલ ફોન કોલ કરનાર વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.     



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?