રાજકોટમાં અમૂલ ઇન્ડસ્ટ્રીઝના કર્મચારીઓનો આત્મવિલોપન કરવાનો પ્રયાસ, કલેક્ટર કચેરી બહાર કર્મચારીઓએ ગટગટાવી ઝેરી દવા


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-02-16 10:48:37

પગાર ન મળતા કર્મચારીઓ હડતાળનો માર્ગ અપનાવે છે. ત્યારે હડતાળનો માર્ગ રાજકોટના આજી જીઆઈડીસીમાં આવેલ અમૂલ ઈન્ડસ્ટ્રીઝના કર્મચારીઓએ અપનાવ્યો છે. અમૂલ ઈન્ડસ્ટ્રીઝના કર્મચારીઓએ રાજકોટ કલેક્ટર કચેરીમાં ધરણાં કર્યા હતા. કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં કર્મચારીઓ એકત્ર થયા હતા. જેમાંથી બે કર્મચારીઓએ ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. જેને લઈ પોલીસે તેમને અટકાવ્યા હતા. 

ઝેરી દવા પીધા બાદ રસ્તા પર આળોટ્યા

કલેક્ટર કચેરીમાં ધરણાં કર્યાં

ભીડને અટકવાવા પોલીસે પ્રયાસ કર્યા

પગાર ન મળતા નોંધાવ્યો વિરોધ

મળતી માહિતી અનુસાર આજી જીઆઈડીસીમાં આવેલી અમૂલ ઈન્ડસ્ટ્રીઝના કર્મચારીઓએ પગાર ન મળતા ધરણા પ્રદર્શન કર્યું હતું. અનેક વખત અનેક અધિકારીઓને આ રજૂઆત કરવામાં આવી હતી પરંતુ કોઈ નિરાકરણ નથી આવ્યું. જેને લઈ કર્મચારીઓએ કલેક્ટર કચેરી ખાતે ધરણા પ્રદર્શન કર્યું હતું. કર્મચારીઓનું કહેવું છે કે કંપની દ્વારા છેલ્લા 3 મહિનાથી તેમનો પગાર આપવામાં નથી આવ્યો ઉપરાંત 21 મહિનાથી પગારની રકમમાંથી પીએફ કપાઈ જાય છે પરંતુ ખાતામાં જમા થતું નથી. આ અંગે અનેક વખત રજૂઆત કરવામાં આવી પરંતુ કોઈ જવાબ આપવામાં નથી આવ્યો. 


સાંજના સમયે એમડીના ઘરની બહાર કર્મચારીઓએ કર્યા ધરણા 

ધરણા કરવા આવેલા કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમાંથી બે ત્રણ કર્મચારીઓએ ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. ઝેરી દવા ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેને પગલે પોલીસ કર્મીઓએ બંન્નેને અટકાવ્યા. ત્યારબાદ સારવાર માટે હોસ્પિટલ તેમને ખસેડવામાં આવ્યા હતા. સાંજના સમયે કર્મચારીઓએ એમડીના ઘરની બહાર ધરણા પ્રદર્શન કર્યું હતું. ત્યાં પણ ત્રણ જેટલા કર્મચારીઓએ આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો.         




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?