ગઈકાલે દેશમાં તેમજ રાજ્યમાં ગણેશ વિસર્જન કરવામાં આવ્યું. રંગેચંગે ગણપતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. પરંતુ ગઈકાલે જ્યારે ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું હતું તે દરમિયાન અનેક જગ્યાઓથી મારામારીના તેમજ પથ્થરમારીના દ્રશ્યો સામે આવ્યા હતા. અસમાજીક તત્વો દ્વારા ધાર્મિક યાત્રા પર હુમલો કરવામાં આવ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં પથ્થરમારાની ત્રણ ઘટનાઓ સામે આવી છે. તે સિવાય પણ દાહોદથી એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં ડાયરામાં બબાલ થઈ હતી. તે દરમિયાન એક ગાડી ગણેશપંડાલમાં આવી પહોંચી હતી અને તોડફોડ કરી હતી.
સેલંબામાં નિકળેલી શૌર્ય જાગરણ યાત્રા પર કરાયો પથ્થરમારો
નર્મદા જિલ્લાના સેલંબામાં શૌર્ય જાગરણ યાત્રા નીકળી હતી. આ યાત્રા દરમિયાન અસામાજીક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ગુજરાત મહારાષ્ટ્રની સીમા પર આવેલા નર્મદા જિલ્લાના સેલાંબા ગામમાં શાંતિ ભંગ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. બજરંગ દળ દ્વારા શૌર્ય જાગરણ યાત્રા નિકાળવામાં આવી હતી. જે પથ પરથી યાત્રા નિકળે છે ત્યાં મુસ્લીમ વસ્તી પણ રહે છે. ત્યારે મળતી માહિતી અનુસાર હિંદુ તેમજ મુસ્લિમ સમાજના લોકો આમને સામને આવી ગયા હતા અને બંને જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો. આ ઘટનામાં અનકે લોકો ઈજાગ્રસ્ત થયા હોય તેવી માહિતી સામે આવી છે. આ હુમલાની જાણકારી મળતા જ પોલીસનો કાફલો ઘટના સ્થળ પર આવી પહોંચ્યો હતો. પરિસ્થિતિ પર કાબુ મેળવવા પોલીસે ટીયર ગેસ પણ છોડ્યા હતા.
મુસ્લિમ યુવકોએ યાત્રા પર કર્યો પથ્થરમારો
ગઈકાલે ગણપતિ વિસર્જન દરમિયાન વડોદરાના મંજુસરમાં પથ્થરમારો થયા હોવાની ઘટના બની હતી. ગુજરાતને આમ તો શાંતિપ્રિય રાજ્ય માનવામાં આવે છે. પરંતુ અનેક કિસ્સાઓ આ વાતને ખોટી સાબિત કરતા હોય છે. જ્યારે ધાર્મિક યાત્રાનું આયોજન કરવામાં આવે છે, રસ્તા પરથી જ્યારે ધાર્મિક યાત્રા નિકળતી હોય છે તે વખતે તેની પર અસામાજીક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવતો હોય છે. જેને કારણે શાંતિ અશાંતિમાં પ્રવર્તિ ઉઠતી હોય છે. નર્મદા જિલ્લાના સેલંબામાં બજરંગદળની શૌર્ય જાગરણ યાત્રા નિકળી હતી. તે દરમિયાન હિંદુઓ તેમજ મુસ્લી જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો જેમાં અનેક લોકો ઘાયલ થયા છે. પોલીસે કાયદા વ્યવસ્થાને ફરી એક વખત સ્થાપિત કરી દીધી છે.
પરિસ્થિતિ પર કાબુ મેળવવા પોલીસને કરાઈ તૈનાત
સેલંબામાં વિધર્મીઓ દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ જે અશાંતિ ફેલાઈ હતી તે દરમિયાન આગચંપીના બનાવ પણ બન્યા હતા. જે યાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો છે તે આખા નર્મદા જિલ્લામાં ફરવાની હતી. કુઇદા ગામથી સેલંબા સુધી આ શૌર્ય જાગરણ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. અશાંતિને શાંત કરવા માટે પોલીસ કાફલાને ત્યાં તૈનાત કરી દેવામાં આવ્યો છે.