અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ સરકારી આવાસના મકાનોમાં ઘણ સમયથી ચાલી રહેલી ગેર કાયદેસર પ્રવૃત્તિ સામે સ્થાનિક લોકો ખૂબ હેરાન પરેશાન હતા. તેઓ દ્વારા ધારાસભ્યશ્રી જીગ્નેશભાઈ મેવાણીને રજુઆત કરવામાં આવી હતી. જેને લઇ જીગ્નેશભાઈ દ્વારા વિસ્તારના નર્મદા એપાર્ટમેન્ટમાં રહેતા 1000થી વધારે પરિવારોની મુલાકાત લેવામાં આવી હતી.
વર્તમાન ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પર હુમલોનો વિડિયો
કાયદા વિરુદ્ધ ખોટા મકાનો ભાડે ચડાવામાં આવ્યા હતા જે આવાસ યોજના ના નિયમ વિરુદ્ધ છે. દારૂનો વ્યાપાર ખુલ્લેઆમ ચાલી રહ્યા હતો. ખોટા દસ્તાવેજો ઉભા કરી ચૂંટણીઓ યોજાઈ રહી હતી. મહિલાઓને ખુલ્લેઆમ ગાળો આપવામાં આવતી હતી. આ તમામ બાબતોને લઈ રામોલ પોલીસ, અમદાવાદ મુનીસિપલ કોર્પોરેશન અને ડીસીપી કક્ષાએ અનેક વાર લેખીત રજુઆત કરવામાં આવી હતી. પરંતુ તેઓની આજ દિન સુધી કોઈ જ સુનવણી થઈ નથી.
આ પીડિતોની મુલાકાત લેવા જ્યારે જીગ્નેશ મેવાણી જાઈ છે ત્યારે જાહેર મંચ પર લાભુ દેસાઈ દ્વારા આક્રમક રૂપે હુમલો કરવામાં આવે છે. આરોપી ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાનો ફોલ્ડર લાભૂ દેસાઈ છે.
ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ફાઇલ તસ્વીર
તમામ ફરયાદો બાવજુદ આજદિન સુધી આરોપી સામે કોઈ જ કાર્યવાહી થઈ નથી. આ તમામનો હિસાબ આજે અમદાવાદના C.P ઓફીસએ સવારે ૧૦ વાગે લેવામાં આવશે : ધારાસભ્ય જીગ્નેશ મેવાણી