મહીસાગરમાં માથાભારે લોકોએ પત્રકારો પર કર્યો હુમલો, બે પત્રકારો ઈજાગ્રસ્ત, એક હુમલાખોરની ધરપકડ, બે ફરાર


  • Published By :
  • Published Date : 2023-06-27 21:44:32

મહીસાગર જિલ્લામાં માથાભારે લોકોએ પત્રકારો સાથે મારપીટ કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. પત્રકારો આરોગ્ય તંત્રના અધિકારીઓ સાથે કવરેજ કરવા ગયા હતા તે દરમિયાન આ ઘટના ઘટી હતી. માથાભારે ઈસમો દ્વારા લાકડી વડે પત્રકારોની ગાડીઓના કાચ તોડી નાખવામાં આવ્યા હતા. પત્રકારો પર કરવામાં આવેલા આ હુમલામાં બે પત્રકારોને થઈ ગંભીર ઈજાઓ થઈ છે. પોલીસની હાજરીમાં જ પત્રકારો પર થયેલા હુમલાથી હોબાળો મચી ગયો છે. આ સમગ્ર મામલે દેવ પોલીસે માથા ભારે ઈસમની ધરપકડ કરી છે, ફરાર થયેલા બે લોકોને પકડવા માટે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.  


આરોગ્ય તંત્રની રેડ દરમિયાન બની ઘટના


મહીસાગર જિલ્લાના બાલાસિનોરના દેવ ચોકડી પર પત્રકારો પર માથાભારે ઈસમોએ હુમલો કર્યો હતો. બાલાસિનોરના દેવ ચોકડી પર  આવેલી સોનલ કૃપા હોસ્પિટલમાં  આરોગ્ય વિભાગની રેડ દરમિયાન આ ઘટના બની હતી. બોગસ ડોકટરને લઈ કરાયેલી આરોગ્ય તંત્રની રેડ દરમિયાન કવરેજ માટે ગયેલા પત્રકારો પર ભયાનક હુમલો કરવામાં આવ્યો હતો. સ્થાનિક માથાભારે લોકોએ આરોગ્ય કર્મીઓ સાથે પણ બીભત્સ ગાળા ગાળી કરી હતી અને તેમની ધક્કા મૂકી પણ કરવામાં આવી હતી. 


બે કોન્સ્ટેબલ સ્થળ છોડી ગાયબ


પત્રકારો અને આરોગ્ય તંત્રની ટીમ પર થયેલા આ હુમલામાં પોલીસ વિભાગની બેદરકારી પણ સામે આવી હતી. આરોગ્ય વિભાગના ચેકીંગ દરમિયાન બે કોન્સ્ટેબલ તેમની સુરક્ષા માટે હાજર હતા. જો કે હુમલો થતાં જ બે કોન્સ્ટેબલ સ્થળ છોડી ગાયબ થઈ ગયા હતા. ફરજ પર હાજર બે કોન્સ્ટેબલએ દાખવેલી બેદરકારીની અંગે પણ પત્રકારોમાં ખાસ્સો રોષ છે. આ ઘટના અંગે મહીસાગર જિલ્લાના  તમામ પત્રકારો દ્વારા જિલ્લા પોલીસ વડાને આવેદન પત્ર આપી કરી યોગ્ય કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...