જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ કોઈને કોઈ મુદ્દા પર વિવાદ ચાલતો રહે છે. આમ આદમી પાર્ટી પણ આ વખતે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે ઉતરી છે. આપનો પ્રચાર કરવા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન દિલ્હીમાં આપના નેતાનો વિડીયો વાયરલ થતો હતો. અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં હતા તે દરમિયાન તો વિરોધ થયો હતો પરંતુ તેમના ગયા બાદ પણ વિરોધ થવાનો યથાવત છે. સુરતમાં આવેલા આપના કાર્યાલય પર તોડફોડ કરવામાં આવી હતી તેમજ આપનું પોસ્ટર પર ફાળી નાખવામાં આવ્યું હતું.
સુરતમાં આપના કાર્યાલયમાં હિંદુ સંગઠનના કાર્યકરોએ કરી તોડફોડ
ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો પ્રચાર અરવિંદ કેજરીવાલ કરી રહ્યા છે. કેજરીવાલ અનેક વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. હાલમાં જ તેઓ બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા હતા. તેમની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા, તેમના પ્રવાસ દરમિયાન આપના નેતાનો વિડીયો વાયરલ થયો હતો જે બાદ અરવિંદ કેજરીવાલને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. તેમને હિંદુ વિરોધી દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જે બાદ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે.
સુરત ખાતે આવેલી આપના કાર્યાલય પર હુમલો કરવામાં આવ્યો હતો. ગોડાદરા વિસ્તારમાં આવેલા માધવ શોપિસ સેન્ટરમાં સ્થિત કાર્યાલય પર ભગવા વસ્ત્ર પહેરેલા બજરંગ સેના નામના હિન્દુ સંંગઠનના કાર્યકરોએ તોડફોટ કરી હતી.