સસ્તા ભાવે મળશે ઘઉંનો લોટ, 'Bharat Atta'બ્રાંડથી થશે વેચાણ, મોબાઈલ વાન શરૂ


  • Published By :
  • Published Date : 2023-02-03 19:34:24

પાકિસ્તાન બાદ હવે ભારતમાં પણ ઘઉં અને ઘઉંના લોટની બજારમાં અછત જોવા મળી રહી છે. જેના કારણે તેની કિંમતોમાં ઉછાળો નોંધાયો છે. જો કે હવે ભારત સરકારે ઘઉંના લોટની વધતી કિંમતોથી સંઘર્ષ કરી રહેલા નાગરિકોને રાહત આપવા માટે પગલાં લીધાં છે. કેન્દ્રીય ભંડાર, નાફેડ અને NCCF હવે 29.50 રૂપિયા પ્રતિ કિલોના ફિક્સ ભાવે ઘઉંના લોટનું વેચાણ શરૂ કરશે. 


'Bharat Atta'વેચવા માટે મોબાઈલ વાન


આ લોટને "ભારત આટા" અથવા અન્ય કોઈ યોગ્ય બ્રાંડના નામે વેચવામાં આવશે. આ પગલાની જાહેરાત ખાદ્ય મંત્રી સંજીવ ચોપરાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં કરવામાં આવી હતી, જ્યાં ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા, કેન્દ્રીય ભંડાર અને નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા સહિત વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓએ ઓપન માર્કેટ સેલ સ્કીમ (OMSS)ની પ્રગતિ અંગે ચર્ચા કરી હતી. સરકાર લોકોને વ્યાજબી ભાવે સસ્તો આટો મળી રહે અને તેના વેચાણ માટે મોબાઈલ વાન શરૂ કરવા જઈ રહી છે.


કેન્દ્રીય ભંડારને એક લાખ ટન ઘઉં ફાળવાયા


OMSS હેઠળ, આ સંસ્થાઓને ઈ-ઓક્શન વિના બફર સ્ટોકમાંથી 30 લાખ ટન ઘઉંની ઓફર કરવામાં આવી રહી છે, જેમાં કેન્દ્રીય ભંડાર અને NAFEDને એક-એક લાખ ટન ફાળવવામાં આવ્યા છે અને NCCFને 50 હજાર ટન ફાળવવામાં આવ્યા છે. સરકારનો ઉદ્દેશ્ય આ અનાજને લોટમાં રૂપાંતરિત કરીને તેને 29.50 રૂપિયા પ્રતિ કિલોના નિર્ધારિત ભાવે વેચવાનો છે. આ મહત્તમ છૂટક કિંમત વર્તમાન સરેરાશ અખિલ ભારતીય છૂટક કિંમત રૂ. 38 પ્રતિ કિલો કરતાં ઓછી છે, જે તેને ખરીદવો લોકો માટે વધુ સુલભ રહેશે.


ઘઉંના ભાવ નિયંત્રિત કરવામાં આવશે


ભારતનું સ્થાનિક ઉત્પાદન (GDP) ઘટી રહ્યું છે, જેના કારણે ઘઉં અને ઘઉંના લોટના ભાવમાં વધારો થયો છે. લોટના ભાવને નિયંત્રિત કરવાના સરકારના અને વધુ સસ્તા વિકલ્પ ઓફર કરવાના સરકારના નિર્ણયથી લોકોને લાભ થશે. જે ભાવ વધારાને કારણે થતા નાણાકીય તણાવને હળવો કરશે. આવશ્યક ચીજવસ્તુઓની કિંમતને નિયંત્રિત કરવાના સરકારના પ્રયાસોથી બજારમાં સ્થિરતા જાળવવામાં અને પોષણક્ષમ ભાવે સામાન્ય લોકો માટે તેમની સુલભતા સુનિશ્ચિત કરવામાં મદદ મળશે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?