ગુજરાત એટીએસ દ્વારા અનેક જગ્યાઓ પર સર્ચ ઓપરેશન કરવામાં આવતું હોય છે. ત્યારે ગુજરાત એટીએસએ પોરબંદરમાં સૌથી મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં એટીએસને મોટી સફળતા મળી છે. પોરબંદરથી એટીએસે ચાર લોકોની અટકાયત કરી લીધી છે. જે ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે તે ચારેય આતંકી સંગઠન ISISના સભ્યો છે. ઓપરેશન માટે થઈ ગઈકાલથી પોરબંદર પહોંચી ગયા હતા અને ગઈકાલે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને આ ઘટસ્ફોટ કર્યો હતો. મસમોટા કાફલા સાથે DIG દિપેન ભદ્રન સહિતના અધિકારીઓએ આ સફળ ઓપરેશન કર્યું હતું.
#WATCH | Ahmedabad: Gujarat Home Minister Harsh Saghvi speaks on ATS arrest of 4 Islamic State Khorasan Province (ISKP) operatives https://t.co/7lHJtz2fb6 pic.twitter.com/1lrERPhQ84
— ANI (@ANI) June 10, 2023
અનેક લોકોની કરવામાં આવી ધરપકડ!
#WATCH | Ahmedabad: Gujarat Home Minister Harsh Saghvi speaks on ATS arrest of 4 Islamic State Khorasan Province (ISKP) operatives https://t.co/7lHJtz2fb6 pic.twitter.com/1lrERPhQ84
— ANI (@ANI) June 10, 2023દેશમાં આતંકી હુમલો ન થાય તેમજ દારૂ, ડ્રગ્સ અને હથિયારો સહિતના ગુનામાં કડક કાર્યવાહી કરવા એટીએસ દ્વારા અનેક જગ્યાઓ પર સર્ચ ઓપરેશન કરવામાં આવતું હોય છે. ત્યારે આવું સર્ચ ઓપરેશન ગુજરાતમાં હાથ ધરવામાં આવ્યું હતું જેમાં એટીએસને મોટી સફળતા મળી છે. આતંકવાદી સંગઠન ISIS સાથે સંકળાયેલા ચાર લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. જ્યારે એક વ્યક્તિ ફરાર છે અને તેને પકડવા તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.
વિદેશી નાગરિકને પકડવા હાથ ધરાયું ઓપરેશન!
આ અંગેની કાર્યવાહી કરવા માટે IG દિપેન ભદ્રન સહિતનો કાફલો પોરબંદર પહોંચ્યો હતો. ગુપ્ત બાતમીના આધારે પોરબંદર પહોંચીને ગુજરાત ATSએ આ કાવતરાનો પર્દાફાશ કર્યો હતો. આ અંગે મળતી માહિતી અનુસાર જે વ્યક્તિને પકડવા માટે દરોડા પાડવામાં આવ્યા તે એક વિદેશી નાગરિક છે. જ્યારે જે મહિલાની ધરપકડ કરવામાં આવી છે તે સુરતની છે અને તેનું નામ સુમેરા છે. ISIS મોડ્યુલનો પર્દાફાસ થતા તેનું નેટવર્ક અન્ય રાજ્યોમાં પણ ફેલાયેલું હોવાની બાતમી મળી છે. આ ચારેય લોકો ISISના સક્રિય ગ્રુપના સભ્યો હતા. મહત્વનું છે કે તપાસ દરમિયાન ડ્રગ્સનો મોટો જથ્થો મળી આવ્યો છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે.