Delhiના નવા સીએમ બન્યા Atishi, Arvind Kejriwal આજે આપશે રાજીનામું


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-09-17 13:28:30

અરવિંદ કેજરીવાલે રવિવારે જાહેરાત કરી હતી કે તે બે દિવસ બાદ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવાના છે.. સાંજનો સમય પણ એલજી પાસે તેમણે માગ્યો છે.. અરવિંદ કેજરીવાલ બાદ મુખ્યમંત્રી કોણ બનશે દિલ્હીના તેની પર સૌ કોઈની નજર રહેલી હતી. આજે ધારાસભ્ય દળની મિટિંગ મળી હતી અને તેમાં અરવિંદ કેજરીવાલે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો અને અંતે આતિશીના નામ પર મહોર લાગી ગઈ.. અને આતિશી દિલ્હીના મુખ્યમંત્રીની ભૂમિકા નિભાવશે. મહત્વનું છે કે જ્યારે આપના દિગ્ગજ નેતાઓ જ્યારે જેલમાં હતા ત્યારે આતિશીએ જ પાર્ટીની કમાન સંભાળી હતી..

આતિશી બનશે દિલ્હીના મુખ્યમંત્રી 

આજથી દિલ્હીના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર આતિશી સંભાળશે..કેજરીવાલના ઘરે વિધાયક દળની બેઠક મળી હતી જેમાં ખુદ અરવિંદ કેજરીવાલે આતિશીના નામનો પ્રસ્તાવ મુક્યો અને સર્વસંમતિથી નામ પર મહોર લાગી..એમ પણ મુખ્યમંત્રીની રેસમાં આતિશી આગળ ચાલી રહ્યા હતા. ગોપાલ રાયે આતિશીના નામની જાહેરાત કરી..મહત્વનું છે કે આતિશી અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાનાના નજીકના માનવામાં આવે છે અને વિશ્વાસુ પણ માનવામાં આવે છે... આમ આદમી પાર્ટીના મોટા નેતાઓ જ્યારે જેલમાં હતા ત્યારે પાર્ટીનો કાર્યભાર તેમણે જ સંભાળ્યો હતો.. શિક્ષણ મંત્રી તરીકે પણ તેમણે કાર્યભાર સંભાળ્યો હતો...


અરવિંદ કેજરીવાલને કેમ આપવું પડ્યું રાજીનામું?

હવે વાત કરીએ કે અરવિંદ કેજરીવાલને કેમ રાજીનામું કેમ આપવું પડીએ તેની તો એક્સાઈજ પોલીસી કેસમાં તેમને જેલ થઈ.. 13 તારીખે સુપ્રીમ કોર્ટે તેમને શરતી જામીન આપ્યા કે તે સીએમ ઓફિસ નહીં જઈ શકે.. તે પછી 15 તારીખે એટલે રવિવારે તેમણે જાહેરાત કરી કે બે દિવસ પછી તે રાજીનામું આપી દેશે. આજે સાંજે તે મુખ્યમંત્રીના પદ પરથી રાજીનામું આપી દેશે.. જાહેરાત કરતા તેમણે કહ્યું હતું કે તે સીએમ પદ ત્યાં સુધી નહીં સંભાળે જ્યાં સુધી જનતા પોતાનો નિર્ણય ના સંભળાવી દે.. ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો.. 




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?