ડોન અતીક અહેમદને લેવા માટે યુપી પોલીસ અમદાવાદની સાબરમતી જેલ પહોંચી, જાણો શું છે મામલો


  • Published By :
  • Published Date : 2023-03-26 19:11:06

ઉમેશપાલ હત્યા કેસમાં આરોપી માફિયા ડોન અતીક અહેમદને સાબરમતી જેલથી પ્રયાગરાજ  લાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ઉત્તર પ્રદેશ એટીએફની ટીમ રવિવારે અચાનક જ ગુજરાત પહોંચી છે. અતીક અહેમદ અને તેનો ભાઈ અશરફ ઉમેશપાલ હત્યા કેસમાં આરોપી છે . હાલ અતીક અહેમદ ગુજરાતની સાબરમતી જેલમાં બંધ છે, જ્યારે અશરફ બરેલી જેલમાં બંધ છે. 


45 પોલીસકર્મી સાથે 6 વાહનોનો કાફલો


બાહુબલી નેતા અતીક અહેમદને ગુજરાતની સાબરમતી જેલમાંથી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ લાવવા માટે 45 પોલીસકર્મીઓની ટીમ સાબરમતી જેલ પહોંચી છે. આ ટીમનું નેતૃત્વ DCP રેન્કના અધિકારીઓ કરે છે. અતીકને જે કાફલામાં લાવવામાં આવશે તેમાં 6 વાહનોનો સમાવેશ થાય છે. જેમાં 2 પોલાદી વાહનોનો સમાવેશ થાય છે. અતીક અહેમદને રોડ દ્વારા લાવવામાં આવતા પોલાદી વાહનની અંદર જ રાખવામાં આવશે.


મેડિકલ ટેસ્ટ બાદ પ્રસ્થાન


અતીકને સાબરમતી જેલથી પ્રયાગરાજ લાવવા માટે રોડ માર્ગ પસંદ કરવામાં આવ્યો છે. આ સમગ્ર ઓપરેશનમાં 36 કલાકનો સમય લાગશે. રવિવારે બપોરે યુપી પોલીસ અતીકને લઈને સાબરમતી જેલમાંથી બહાર આવશે. પ્રસ્થાન પહેલા આતિકનો મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે.



રોડ માર્ગે પ્રયાગરાજ લાવવામાં આવશે


પોલીસ સુત્રોના દ્વારા જણાવ્યા મુજબ પોલીસ અતીક અહેમદને રોડ માર્ગે પ્રયાગરાજ લાવશે.પોલીસ પ્રયાગરાજમાં ઉમેશપાલ મર્ડર કેસમાં અતીકની પૂછપરછ કરશે. મળતી માહિતી મુજબ, પોલીસ અતીકને પ્રયાગરાજ લાવવા ઝાંસીથી શિવપુરી થઈને આવશે. પોલીસ અતીક સાથે 24 થી 25 કલાક સતત મુસાફરી કરશે.


સમગ્ર મામલો શું છે?


અતીક અહેમદ પર એવો આરોપ છે કે હત્યાનું સમગ્ર કાવતરું સાબરમતી જેલમાં અતીક અહેમદે ઘડ્યું હતું. તે ઉપરાંત આતિક અહેમદની પત્ની શાઇસ્તા પરવીન, ભાઈ અશરફ, ત્રીજા પુત્ર અસદ અહેમદ સહિત ગેંગના સભ્યો પર ઉમેશ પાલની હત્યાનો આરોપ છે. અતીકે આ હત્યાકાંડને અંજામ આપવાની જવાબદારી તેની પત્ની શાઇસ્તા પરવીનને સોંપી હતી. શાઇસ્તા ઉમેશ પાલના હત્યારાઓના સીધા સંપર્કમાં હતી. ઉમેશ પાલ પૂર્વ ધારાસભ્ય રાજુ પાલ હત્યા કેસમાં મુખ્ય સાક્ષી હતો. અતીક અહેમદ અને તેના સાથીદારો પર રાજુ પાલની હત્યાનો આરોપ હતો. 2006માં અતીક ગેંગે આ કેસમાં ઉમેશ પાલનું પણ અપહરણ કર્યું હતું અને તેને પોતાની તરફેણમાં જુબાની આપવા દબાણ કર્યું હતું, રાજુ પાલે તે પ્રમાણે જુબાની પણ આપી હતી. અતીક અહેમદ હવે આ મામલે ઘેરાયા છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?