અતીક અને અશરફની હત્યા મામલે સુપ્રીમે UP સરકારની ઝાટકણી કાઢી, અસદના પોલીસ એન્કાઉન્ટર પર પણ રિપોર્ટ માંગ્યો


  • Published By :
  • Published Date : 2023-04-28 14:42:37

અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની હત્યાની તપાસની માગ સાથે સંબંધિત એક અરજી અંગે સુપ્રીમ કોર્ટ ત્રણ સપ્તાહ બાદ સુનાવણી હાથ ધરશે.અરજીમાં પોલીસની હાજરીમાં અતિક-અશરફની હત્યાની તપાસ માટે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશની અધ્યક્ષતામાં એક સ્વતંત્ર નિષ્ણાત સમિતિની રચના કરવાની માંગ કરવામાં આવી હતી.


સુપ્રીમ કોર્ટે સરકારને પુછ્યા આકરા સવાલ


આ કેસમાં સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને પૂછ્યું કે માફિયા બંધુઓ અતીક અને અશરફને લઈ જતા વાહનને સીધા હોસ્પિટલ કેમ ન લઈ જવામાં આવી? તેના પર ઉત્તર પ્રદેશ સરકારે કહ્યું કે તેઓએ આ મામલાની તપાસ માટે એક કમિશનની નિમણૂક કરી છે. મુકુલ રોહતગી ઉત્તર પ્રદેશ સરકાર વતી કોર્ટમાં હાજર થયા હતા. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે આ ઘટના ટીવી પર જોઈ છે. બંનેને કારમાં સીધા હોસ્પિટલ કેમ ન લઈ જવાયા. તેમની પરેડ શા માટે કરવામાં આવી હતી?


યુપી સરકાર પાસેથી રિપોર્ટ માંગ્યો


જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેંચે ઝાંસીમાં અહેમદના પુત્ર અસદના પોલીસ એન્કાઉન્ટર પર યુપી સરકાર પાસેથી રિપોર્ટ પણ માંગ્યો હતો. અસદને 13 એપ્રિલના રોજ યુપી પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (ST) ટીમ દ્વારા એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. બે દિવસ પછી, અતીક અહેમદ અને અશરફને મીડિયાકર્મી તરીકે આવેલા ત્રણ માણસોએ ગોળી મારી દીધી હતી.


સુપ્રીમ કોર્ટમાં થઈ છે અરજીઓ


પૂર્વ આઈપીએસ અધિકારી અમિતાભ ઠાકુર અને સુપ્રીમ કોર્ટના વકીલ એડવોકેટ વિશાલ તિવારીએ પણ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને અતીક અહેમદ અને તેના ભાઈની હત્યાની સીબીઆઈ તપાસ સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટની દેખરેખ હેઠળ કરાવવાની માંગ કરી હતી. અમિતાભ ઠાકુરે અરજીમાં કહ્યું હતું કે ભલે અતીક અહેમદ અને તેનો ભાઈ ગુનેગાર હોય પરંતું જે રીતે તેમની હત્યા કરવામાં આવી છે તે ઘટના  રાજ્ય પોષિત હોવાની પૂરતી સંભાવના દર્શાવે છે. 



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..