ઉત્તર પ્રદેશના કુખ્યાત ડોન અને માફિયામાંથી રાજકારણી બનેલા અતીક અહેમદને સાબરમતી જેલમાંથી બહાર લાવવામાં આવ્યો છે. યુપી પોલીસ તેને લઈને સાંજે 5.45 વાગ્યે પ્રયાગરાજ જવા રવાના થઈ ગઈ છે. આ પહેલા અતીક અહેમદને જ્યારે સાબરમતી જેલમાંથી બહાર લાવવામાં આવ્યો ત્યારે અતીક અહેમદના ચહેરા પર ડર સ્પષ્ટ જોવા મળતો હતો. અતીક અહેમદે પહેલું નિવેદન આપતા કહ્યું કે ' આ લોકો મારી હત્યા કરવા માંગે છે'. અત્રે ઉલ્લેખનિય છે કે અતીક અહેમદ અને તેનો ભાઈ અશરફ ઉમેશપાલ હત્યા કેસમાં આરોપી છે. અશરફ હાલ બરેલી જેલમાં બંધ છે.
અતીકને એન્કાઉન્ટરનો ભય
સાબરમતી જેલમાંથી બહાર આવ્યા બાદ અતીકે કહ્યું કે યોગી સરકાર કોર્ટના ખભા પર બંદૂક રાખીને મને મારવા માંગે છે. અતીકનો આ ડર કદાચ આખી રસ્તે તેની સાથે રહેશે. તેને રસ્તામાં કાર પલટી જવાનો ડર છે. સપાના વડા અખિલેશ યાદવે પણ ભાજપ પર પ્રહાર કરતા આશંકા વ્યક્ત કરી છે કે રસ્તામાં અતિકનું વાહન પલટી શકે છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે સરકારે અધિકારીઓને કહ્યું હશે કે વાહન ક્યાં ફેરવવું. જોકે, ઉત્તર પ્રદેશના ડેપ્યુટી સીએમ બ્રિજેશ પાઠકે તેને ફગાવી દીધો છે. તેમણે કહ્યું કે આ બાબતનો કોઈ અર્થ નથી. કોર્ટના આદેશ પર અતીકને યુપી લાવવામાં આવી રહ્યો છે.
#WATCH | A team of Prayagraj Police stands at the gates of Sabarmati Jail in Gujarat where mafia-turned-politician Atiq Ahmed is lodged.
As per a UP Court's order, the verdict in a kidnapping case will be pronounced on March 28. All accused in the case, including Atiq Ahmed,… pic.twitter.com/eW8jgAfhLD
— ANI (@ANI) March 26, 2023
45 પોલીસકર્મી સાથે 6 વાહનોનો કાફલો
#WATCH | A team of Prayagraj Police stands at the gates of Sabarmati Jail in Gujarat where mafia-turned-politician Atiq Ahmed is lodged.
As per a UP Court's order, the verdict in a kidnapping case will be pronounced on March 28. All accused in the case, including Atiq Ahmed,… pic.twitter.com/eW8jgAfhLD
બાહુબલી નેતા અતીક અહેમદને ગુજરાતની સાબરમતી જેલમાંથી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ લાવવા માટે 45 પોલીસકર્મીઓની ટીમ સાબરમતી જેલ પહોંચી છે. આ ટીમનું નેતૃત્વ DCP રેન્કના અધિકારીઓ કરે છે. અતીકને જે કાફલામાં લાવવામાં આવશે તેમાં 6 વાહનોનો સમાવેશ થાય છે. જેમાં 2 પોલાદી વાહનોનો સમાવેશ થાય છે. અતીક અહેમદને રોડ દ્વારા લાવવામાં આવતા પોલાદી વાહનની અંદર જ રાખવામાં આવશે.
અતીક અહેમદનો થયો મેડિકલ ટેસ્ટ
અતીકને સાબરમતી જેલથી પ્રયાગરાજ લાવવા માટે રોડ માર્ગ પસંદ કરવામાં આવ્યો છે. આ સમગ્ર ઓપરેશનમાં 36 કલાકનો સમય લાગશે. રવિવારે બપોરે યુપી પોલીસ અતીકને લઈને સાબરમતી જેલમાંથી બહાર આવી તે પહેલા અતિકનો મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યો હતો.
રોડ માર્ગે પ્રયાગરાજ જવા રવાના
પોલીસ સુત્રોના દ્વારા જણાવ્યા મુજબ પોલીસ અતીક અહેમદને રોડ માર્ગે પ્રયાગરાજ લાવશે.પોલીસ પ્રયાગરાજમાં ઉમેશપાલ મર્ડર કેસમાં અતીકની પૂછપરછ કરશે. મળતી માહિતી મુજબ, પોલીસ અતીકને પ્રયાગરાજ લાવવા ઝાંસીથી શિવપુરી થઈને આવશે. પોલીસ અતીક સાથે 24 થી 25 કલાક સતત મુસાફરી કરશે.
અતીક પર આરોપ શું છે?
અતીક અહેમદ પર એવો આરોપ છે કે હત્યાનું સમગ્ર કાવતરું સાબરમતી જેલમાં અતીક અહેમદે ઘડ્યું હતું. તે ઉપરાંત આતિક અહેમદની પત્ની શાઇસ્તા પરવીન, ભાઈ અશરફ, ત્રીજા પુત્ર અસદ અહેમદ સહિત ગેંગના સભ્યો પર ઉમેશ પાલની હત્યાનો આરોપ છે. અતીકે આ હત્યાકાંડને અંજામ આપવાની જવાબદારી તેની પત્ની શાઇસ્તા પરવીનને સોંપી હતી. શાઇસ્તા ઉમેશપાલના હત્યારાઓના સીધા સંપર્કમાં હતી. ઉમેશપાલ પૂર્વ ધારાસભ્ય રાજુ પાલ હત્યા કેસમાં મુખ્ય સાક્ષી હતો. અતીક અહેમદ અને તેના સાથીદારો પર રાજુ પાલની હત્યાનો આરોપ હતો. 2006માં અતીક ગેંગે આ કેસમાં ઉમેશ પાલનું પણ અપહરણ કર્યું હતું અને તેને પોતાની તરફેણમાં જુબાની આપવા દબાણ કર્યું હતું, રાજુ પાલે તે પ્રમાણે જુબાની પણ આપી હતી. અતીક અહેમદ હવે આ મામલે ઘેરાયા છે.