ક્રિકેટર કેએલ રાહુલ અને એક્ટ્રેસ અથિયા શેટ્ટીએ પ્રભુતામાં પગલાં પાડ્યાં, કોણ રહ્યું લગ્નમાં હાજર?


  • Published By :
  • Published Date : 2023-01-23 21:31:41

ક્રિકેટર કેએલ રાહુલ અને એક્ટ્રેસ અથિયા શેટ્ટી અંતે લગ્ન ગ્રંથીથી જૌડાઈ ગયા છે. અથિયા તથા રાહુલનાં લગ્ન વિધિ સુનીલ શેટ્ટીના ખંડાલામાં આવેલા ફાર્મહાઉસ 'જહાન'માં સંપન્ન થઈ હતી. અથિયા તથા કેએલ રાહુલે પરંપરાગત દક્ષિણ ભારતીય પરંપરા પ્રમાણે લગ્ન કર્યા હતા. લગ્નમાં માત્ર 100 મહેમાનને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. લગ્નમાં અથિયા તથા રાહુલે ફેશન ડિઝાઇનર સબ્યાસાચીના આઉટફિટ પહેર્યા છે. બંનેએ લાલ રંગના નહીં, પરંતુ સફેદ ને ગોલ્ડન રંગના આઉટફિટ પહેર્યા હતા. લગ્નમાં મહેમાનો અને પરિવાર ઢોલના તાલે નાચ્યા હતા.


લગ્નમાં કોણ ઉપસ્થિત રહ્યું?


રાહુલ-અથિયાના લગ્નમાં તેમના નિકટના મિત્રો અને સગા-સંબંધીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાહુલના ક્રિકેટ મિત્રોમાં ધોની, વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્મા, ઈશાંત શર્મા, વરુણ એરોન, સહિતના ટીમ ઈન્ડીયાના સભ્યો હાજર રહ્યાં હતા. તો બોલિવુડના કેટલાક મોટા માથામાં સલમાન ખાન, સંજય દત્ત, અર્જુન કપૂરની બહેન અંશુલા કપૂર, ક્રિષ્ના શ્રોફ  સહિતના બીજા કેટલાક એક્ટર હાજર રહ્યાં હતા. તમામ મહેમાનોના હાથે લાલ બેન્ડ બાંધવામાં આવ્યો હતો. આ બેન્ડથી ખ્યાલ આવે આવ્યો હતો કે આ મહેમાન આમંત્રિત છે. આ બેન્ડ વગર કોઈ પણ અંદર જઈ શકે તેમ નહોતું. તમામ મહેમાનોનું સિક્યોરિટી ચેકિંગ કરવામાં આવ્યું હતું. લગ્નમાં સાઉથ ઇન્ડિયન ફ્યુઝન રાખવામાં આવ્યું હતું. લગ્નમાં મહેમાનોને પ્લેટ્સમાં નહીં, પરંતુ ટ્રેડિશનલ સાઉથ ઇન્ડિયન સ્ટાઇલમાં કેળનાં પત્તાં પર ભોજન પીરસવામાં આવ્યું હતું.  


મહેમાનો માટે આલીશાન હોટલ બુક


સુનિલ શેટ્ટીએ ફંક્શનમાં માત્ર પરિવારના સભ્યો અને નજીકના મિત્રોને જ આમંત્રણ આપ્યું હતું. મહેમાનોને નજીકની એક આલીશાન હોટલમાં રાખવામાં આવ્યા હતા, તેમના માટે ખાસ હોટેલ બુક કરવામાં આવી હતી. જેથી તેઓ લગ્નના તહેવારોનો ભરપૂર આનંદ માણી શકે. કેએલ રાહુલ અને અથિયા શેટ્ટીની હલ્દી અને મહેંદી સેરેમની ફાર્મહાઉસમાં થઈ હતી. આ માટે ફાર્મહાઉસને ફૂલોથી સજાવવામાં આવ્યું હતું.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?