India-Pakistanના ભાગલા વખતે ભાઈ ભારતમાં રહી ગયા અને બહેન પાકિસ્તાન પહોંચી ગઈ, વર્ષો પહેલા બંને મળ્યા ત્યારે સર્જાયા ભાવુક દ્રશ્યો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-08-09 10:03:08

અત્યાર સુધી આપણે પાકિસ્તાનથી પ્રેમ માટે ભારત આવતી સીમાની કહાની સાંભળી, અંજુ કઈ રીતે પાકિસ્તાન ગઈ એ પણ સાંભળ્યું. આજે પણ પ્રેમકહાણીની વાત કરવી છે પરંતુ ભાઈ બહેનના પ્રેમની. એ ભાઈ બહેન જે 75 વર્ષ પહેલા વિખૂટા પડી ગયા હતા. 75 વર્ષ પછી એક ભાઈ બહેન મળે છે વિભાજના સમયે ભાઈ ભારતમાં હતા જ્યારે બહેન પાકિસ્તાન હતા. 

ભાગલા સમયે શું થયું? 

6 ઓગસ્ટ સાંજનો સમય હતો કતારપૂર બોર્ડર પર બંને ભાઈ-બહેન મળ્યા મીટિંગ દરમિયાન બંને એકબીજાને ગળે લગાવ્યા અને લાંબા સમય સુધી એકબીજાને જોઈને રડતા રહ્યા, એ ખૂબ કરૂણ દ્રશ્યો હતા. એક અહેવાલ મુજબ આ પાકિસ્તાનમાં જન્મેલી સકીનાની વાર્તા છે. 1947માં ભાગલા સમયે સકીનાનો પરિવાર લુધિયાણામાં રહેતો હતો. વિભાજન સમયે, સકીનાનો પરિવાર પાકિસ્તાન ગયો, જ્યારે તેની માતા ભારતમાં રહી. 


પરિવાર પાકિસ્તાન જતો રહ્યો પરંતુ બાળક ભારતમાં રહી ગયો.. 

આઝાદી બાદ બંને દેશો વચ્ચે એક કરાર થયો હતો કે ગુમ થયેલા લોકોને એકબીજાને પરત કરવામાં આવશે. તેના પિતાની અપીલ પર પાકિસ્તાની સેનાના જવાનો તેની માતાને લેવા લુધિયાણા પહોંચ્યા હતા. જ્યારે સેના આવી ત્યારે સકીનાનો 5 વર્ષનો ભાઈ ગુરમેલ સિંહ ગ્રેવાલ ઘરે નહોતો. પાકિસ્તાની સેનાની ઉતાવળમાં ગુરમેલ ભારતમાં જ રહ્યો. સકીનાનો જન્મ આઝાદી બાદ પાકિસ્તાનમાં થયો હતો.અને આ કારણે તે પોતાના ભાઈની મળી શકી ન હતી 

યુટ્યુબના માધ્યમથી સકીનાએ ભાઈને શોધવાનો કર્યો પ્રયત્ન 

મીડિયા સાથે વાત કરતાં સકીનાએ જણાવ્યું કે શરૂઆતમાં તેના ભાઈએ પરિવારને ઘણા પત્રો મોકલ્યા હતા. ધીરે ધીરે ભાઈના પત્રો પણ આવતા બંધ થઈ ગયા. સકીનાના કહેવા પ્રમાણે, જ્યારે તે મોટી થઈ ત્યારે તેના પિતાએ તેના ભાઈની તસવીર બતાવી. પિતાએ તેને કહ્યું હતું કે ભાઈ લુધિયાણામાં રહે છે.મોટા થઈને, તેણે તેના ભાઈને શોધવાનો પ્રયાસ કર્યો, પરંતુ કંઈપણ મળ્યું નહીં.પછી આ સ્ટોરી પાકિસ્તાની યુટ્યુબર નાસિર ધિલ્લોને મળી હતી. તેણે સકીનાનો વીડિયો બનાવ્યો. આ વીડિયોમાં સકીનાએ લોકોને તેના ભાઈને શોધવાની અપીલ કરી હતી. 


6 ઓગષ્ટે ભાઈ બહેનનો થયો મિલાપ, સર્જાયા ભાવુક કરી દે તેવા દ્રશ્યો 

આ વીડિયો લુધિયાણાના જસોવાલ સુદાન ગામના સરપંચ જગતાર સિંહે જોયો હતો. તેણે ગુરમેલ સિંહને ઓળખ્યો.આમ 74 વર્ષીય સકીનાએ તેના 80 વર્ષીય ભાઈ ગુરમેલ સાથે પ્રથમ વખત વીડિયો કોલ પર વાત કરી હતી. સકીના અને ગુરમેલના પરિવારજનોએ કરતારપુર સાહિબ ખાતે મળવાનું આયોજન કર્યું અને 6 ઓગસ્ટે ભાઈ બહેન મળ્યા હવે બંનેને આશા છે કે ભારત અને પાકિસ્તાનની સરકારો તેમને વિઝા આપશે, જેથી બંને ભાઈ-બહેન તેમના જીવનના આગામી વર્ષો એકબીજા સાથે વિતાવી શકે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?