અમેરિકામાં એકસાથે દસ હજાર લોકોએ કર્યું ગીતાપઠન, ગુરૂપૂર્ણિમા પર્વની કરી ઉજવણી


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-04 18:22:22

1. પત્નિને ખભા પર ઉપાડીને દોડ્યા આ લોકો

કેનેડામાં ગત સપ્તાહે મિડસમર ફેસ્ટીવલનું આયોજન થયું હતું.. જેમાં એક અનોખી સ્પર્ધા યોજાઇ હતી.. વાઇફને ખભા પર ઉપાડીને દોડવાની આ અનોખી સ્પર્ધા યોજાઇ હતી.. જેમાં દેશ વિદેશમાંથી 50 જેટલા દંપતિઓએ ભાગ લીધો હતો..આ સ્પર્ધામાં એવો નિયમ પણ છે કે પત્નીનું વજન ઓછામાં ઓછું 45 કિલો જેટલું હોવું જોઇએ.. આ સ્પર્ધામાં રશિયન મૂળના દંપતિ જીત્યા હતા.


2. 10 હજાર લોકોએ એકસાથે કર્યું ગીતાપઠન

અમેરિકાના ટેક્સાસમાં અનોખી રીતે ગુરૂપૂર્ણિમાના પર્વની ઉજવણી થઇ. અંદાજે 10 હજાર લોકો એલન ઇસ્ટ સેન્ટર ખાતે એકત્ર થયા હતા..અને ભગવદ ગીતાનું પઠન કર્યું.. 4 થી 84 વર્ષની વયના લોકો ભગવદ ગીતાના પઠનના આ કાર્યક્રમમાં જોડાયા હતા.. આધ્યાત્મિક સંત ગણપતિ સચ્ચિદાનંદ સ્વામીજીની હાજરીમાં લોકોએ પાઠ કર્યા હતા.. 


3. ખાલિસ્તાન સમર્થકોનો ફરીવાર હુમલો

અમેરિકામાં ખાલિસ્તાન સમર્થકોએ ફરી એકવાર ભારતીય દૂતાવાસ પર હુમલો કર્યો.. અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં આવેલા  દૂતાવાસમાં ખાલિસ્તાની સમર્થકોએ તોડફોડ અને આગચંપીનો પ્રયાસ કર્યો હતો.. આના પર યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરે ટ્વીટ કર્યું છે કે, અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસ સામે કથિત તોડફોડ અને આગચંપીના પ્રયાસની સખત નિંદા કરે છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં રાજદ્વારી સુવિધાઓ અથવા વિદેશી રાજદ્વારીઓ સામે તોડફોડ અથવા હિંસા એ ફોજદારી ગુનો છે. 


4. ઘરેલુ હિંસાના ડરથી લગ્ન ટાળવા લાગ્યા યુવાનો 

ચીનમાં ઘરેલુ હિંસાના કિસ્સા સતત વધી રહ્યા છે.. જેને પગલે યુવાનો સોશિયલ મીડિયા પર લગ્ન કરવાના નિર્ણય પર સવાલો ઉઠાવી રહ્યા છે.. છોકરીઓને લગ્ન અને બાળકના જન્મથી દૂર રહીને પોતાને સુરક્ષિત રાખવાની સલાહ આપવામાં આવી રહી છે. મહિલાઓ કહી રહી છે કે ઘરેલુ હિંસાથી બચવા માટે કોઈ નક્કર વ્યવસ્થા નથી. મહિલાઓ અપમાનજનક સંબંધોમાંથી બહાર નીકળવા માંગતી હોય તો પણ તે કરી શકતી નથી.


5. ઇઝરાયેલે પેલેસ્ટાઇન પર કરી એર સ્ટ્રાઇક

ઇઝારાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે ઘણા દિવસોથી તણાવ ચાલી રહ્યો છે..ઇઝરાયલની વાયુસેનાએ પેલેસ્ટાઇનના કબજા હેઠળના જેનિન શહેર પર એર સ્ટ્રાઇક કરી આ હુમલામાં 7 પેલેસ્ટાઇન નાગરિકો માર્યા ગયા છે.. પેલેસ્ટાઇનના આતંકવાદી સંગઠન હમાસ ઘણા વર્ષોથી સક્રિય છે અને ઘણા દિવસોથી ઇઝરાઇલ પર હુમલો કરી રહ્યા છે જેના જવાબમાં ઇઝરાયેલે એર સ્ટ્રાઇક કરી હતી


6. ફ્રાન્સમાં સતત છઠ્ઠા દિવસે રમખાણો

ફ્રાન્સમાં સતત છઠ્ઠા દિવસે રમખાણો ચાલુ છે.. હિંસા ફેલાવવાને પરિણામે પોલીસે અત્યાર સુધી 3 હજારથી વધુ લોકોની ધરપકડ કરી લીધી છે.. જે 17 વર્ષના છોકરાની ટ્રાફિક પોલીસના જવાને હત્યા કરી તેના પરિવારજનોએ પણ હવે શાંતિની અપીલ કરી છે.. આગના બનાવોની તીવ્રતા હજુ પણ યથાવત જોવા મળી રહી છે.. 


7. લોન સરકારે લીધી, કિંમત ચૂકવશે પ્રજા

આઇએમએફએ પાકિસ્તાનને બેલઆઉટ પેકેજ તો આપ્યું પરંતુ લોન માટે તેણે પાકિસ્તાનની સરકાર પર કડક શરતો લાદી છે..આ શરતોને કારણે પાકિસ્તાનની સામાન્ય જનતા પર ભારે બોજો પડશે..સરકારે પહેલા દેશમાં જ્યાં પણ સબસિડી લાગુ હોય તે સબસિડી નાબૂદ કરવી પડશે. પેટ્રોલ ડિઝલ અને વીજળી મોંઘી કરવી પડશે અને પહેલાની લોનના જે 23 બિલીયન ડોલર બાકી છે તે ચૂકવવા પડશે.. કરવેરાનો બોજો પણ દસ ટકા જેટલો વધારવો પડશે.


8. ચીન, રશિયા અને પાકિસ્તાન સાથે ભારતની બેઠક

આજે શાંઘાઇ કોઓપરેશન સમિટ એટલે કે SCOની વર્ચ્યુઅલ સમિટનું આયોજન થયું છે.. આ સમિટમાં ચીન, રશિયા અને પાકિસ્તાન પણ ભાગ લઇ રહ્યા છે.. આ વખતે SCO સમિટ માટે ભારત યજમાન દેશ બન્યું છે એટલે કે પીએમ મોદીની અધ્યક્ષતામાં આ સમિટ યોજાઇ છે.. આ સમિટમાં રશિયા-યુક્રેન યુદ્ધ પર મહત્વની વાતચીત થશે.. અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન બાદ જે ફેરફારો થઇ રહ્યા છે તેના પર પણ ચર્ચા આ સમિટમાં થશે


9. સ્વીડનને ભારે પડશે કુરાનનું અપમાન!

સ્વીડનમાં કુરાનના અપમાન બદલ ઇસ્લામિક દેશો રોષે ભરાયા છે.. 57 મુસ્લિમ દેશોના સંગઠન ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કો-ઓપરેશને આ મામલે ઇમરજન્સી બેઠક યોજી હતી જે સાઉદી અરેબિયાના જેદ્દાહમાં યોજાઇ હતી. આ સંગઠનમાં તુર્કી પણ સામેલ છે. કુરાનની પ્રતિ સળગાવવાની ઘટના બાદ ઈરાન અને તુર્કી સહિત અન્ય ઈસ્લામિક દેશોએ આ ઘટના પર કડક પ્રતિક્રિયા આપી છે. તુર્કી પહેલાથી જ સ્વીડનનો NATOમાં સામેલ થવાનો વિરોધ કરી રહ્યું છે અને હવે આ ઘટનાએ તેને વધુ આક્રમક બનાવી દીધું છે. ઈરાને પણ આ ઘટના માટે સ્વીડનની સરકારને જવાબદાર ઠેરવી છે અને સ્ટોકહોમમાં પોતાના રાજદૂતને મોકલવાનો ઈન્કાર કરી દીધો છે.


10. ભારતીય મૂળના વકીલની અમેરિકામાં ધરપકડ

અમેરિકામાં એક ભારતીય મૂળના વકીલની ધરપકડ થઇ છે.. 50 લાખ ડોલરની છેતરપિંડીનો આરોપ મુકાયો છે.. અભિજિત દાસ નામના આ વકીલે ક્લાયન્ટ ફંડનો ઉપયોગ પોતાના અંગત ઉપયોગ માટે કર્યો હોવાનો આરોપ છે..અમેરિકાના એંડોવરનો રહેવાસી અભિજિત હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સનો પૂર્વ ઉમેદવાર રહી ચૂક્યો છે..



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?