Gandhinagar ખાતે ફિક્સ પે કર્મચારીઓએ કર્યો અનોખો વિરોધ, મટકી ફોડ કાર્યક્રમનું કર્યું આયોજન, જો માગણી નહીં સંતોષાય તો...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-09-06 17:14:58

તહેવારોની સિઝન આવી ગઈ છે સાથે સાથે વિરોધ પ્રદર્શન અને આંદોલનોની સિઝન પણ શરૂ થઈ હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં એક બાદ એક આંદોલન શરૂ થઈ ગયા છે. એક તરફ ટેટ-ટાટના ઉમેદવારો કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે તો બીજી તરફ સરકારના વિવિધ વિભાગોમાં ફિક્સ પગારથી કામ કરતા કર્મચારીઓ દ્વારા ફિક્સ પગારની નીતિ નાબૂદીની માંગ કરી રહ્યા છે. અલગ અલગ પ્રકારથી પોતાની વાત સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.  


મટકી ફોડ કાર્યક્રમ યોજી ફિક્સ પે કર્મચારીઓએ કર્યો વિરોધ 

ગાંધીનગરમાં સરકારી નોકરીમાં ફિક્સ પગાર પર કામ કરતાં કર્મચારીરીઓએ જન્માષ્ટમીને ધ્યાનમાં રાખીને ફિક્સ પે રૂપી મટકી ફોડવાનો કાર્યક્રમ યોજ્યો હતો. માટલી ઉપર ફિક્સ પે પોલિસી લખીને પ્રતિકાત્મક રીતે તેને ફોડીને વિરોધ દર્શાવ્યો હતો. સરકાર પણ તેને નાબૂદ કરે તેવો સંદેશ આપતી મટકી ફોડી હતી. તહેવાર પ્રમાણે સરકારી કર્મચારીઓ વિરોધ કરી રહ્યા છે. જન્માષ્ટમી આવી રહી હતી એટલે મટકી ફોડ કાર્યક્રમ રાખ્યો એવી જ રીતે રક્ષાબંધનના તહેવાર દરમિયાન કર્મચારીયોએ રાજકીય પ્રતિનિધિઓને રાખડી મોકલી હતી. આ લોકો સતત ફિક્સ પેનો વિરોધ કરી રહ્યા છે.  


આગામી સમયે કરાશે આ પ્રકારે આંદોલન 

હજુ પણ આગળ આ કર્મચારીઓ આવો વિરોધ ચાલુ રાખવાના છે  16 સપ્ટેમ્બરે દરેક ફિક્સ પે પરના કર્મચારી મુખ્યમંત્રી અને મુખ્ય સચિવને હાલની નીતિની નાબૂદીની માગણી કરતો પત્ર લખશે. તે પછી 2 ઓક્ટોબરે ગાંધી જયંતીએ ગાંધીજીને ખુલ્લો વેદના પત્ર લખશે જો રાજ્ય સરકાર તે પછી પણ કોઇ જાહેરાત નહીં કરે તો 15 ઓકટોબરથી 23 ઓકટોબર સુધી નવરાત્રી દરમિયાન દિવા પ્રગટાવી અને કચેરીઓમાં સામુહિક આરતી કરવામાં આવશે તેવી યોજના સરકારી કર્મચારીઓએ બનાવી છે. 4 નવેમ્બરે તમામ કચેરીઓમાં કર્મચારીઓ કાળા વસ્ત્રો પહેરીને જશે અને 4 નવેમ્બરે બ્લેક સેટરડે મનાવશે. ફિક્સ પગારના કર્મચારીઓ દ્વારા સોશિયલ મીડિયામાં પણ વિવિધ સ્વરૂપે ઝુંબેશ શરૂ કરવામાં આવશે.


ગુજરાતમાં ચાલતા આંદોલનો શું રંગ લાવે છે તે જોવું રહ્યું 

એક તરફ ગુજરાતના ભાવિ શિક્ષકો વિરોધ કરી રહ્યા છે તો બીજી તરફ સરકારી કર્મચારીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. હવે આ લોકોની લડાઈ ક્યારે પૂર્ણ થાય છે તે જોવાનું રહ્યું. આ લોકો લડશે કે હારીને બેસી જશે એ પણ એક સવાલ છે... 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?