2023માં અનેક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. થોડા દિવસો પહેલા ત્રિપુરામાં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી ત્યારે પૂર્વના બે રાજ્યોમાં સોમવારે ચૂંટણી યોજાવાની છે. મેઘાલય અને નાગાલેન્ડમાં ચૂંટણી યોજાવાની છે જેને લઈ શનિવારથી આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે. બંને રાજ્યોમાં ભાજપની ગઠબંધનની સરકારો હતી. આ વખતે મેઘાલયમાં ભાજપ અને એનસીપી અલગ અલગ ચૂંટણી લડી રહ્યા છે. ચૂંટણી પ્રચાર દરમિયાન દરેક પાર્ટીએ એક બીજા પર આકરા પ્રહાર કર્યા હતા.
27 ફેબ્રુઆરીના રોજ યોજાશે મતદાન
બંને રાજ્યોની ચૂંટણી માટે ભાજપના દિગ્ગજ નેતાઓએ પ્રચાર કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ તેમજ ભાજપના વરિષ્ઠ નેતાઓ પ્રચાર માટે મેદાનમાં ઉતર્યા હતા. જ્યારે કોંગ્રેસે પણ વરિષ્ઠ નેતાઓએ પ્રચારમાં ઉતાર્ચા હતા. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી તેમજ મલ્લિકાર્જુન ખડગે, જયરામ રમેશ સહિત અનેક નેતાઓએ પ્રચાર કર્યો હતો. પ્રચારના છેલ્લા દિવસે દરેક પાર્ટીએ પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવ્યું હતું. બંને રાજ્યોમાં મતદાન 27 ફેબ્રુઆરીના રોજ યોજાવાનું છે જ્યારે ચૂંટણીનું પરિણામ 2 માર્ચના રોજ યોજાવાનું છે.
સુરક્ષાને લઈ સીમાઓ કરાઈ સીલ
ચૂંટણીને અનુલક્ષી ભારત-બાંગ્લાદેશની સીમાઓને સીલ કરી દેવામાં આવી છે. તે સિવાય આસામને જોડતી સીમાને પણ સીલ કરી દેવામાં આવી છે. સુરક્ષા માટે જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે. આ વખતની ચૂંટણીમાં 60 વિધાનસભા બેઠકો માટે 375 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામવાનો છે. તો બીજી તરફ નાગાલેન્ડમાં પણ 60 બેઠકો માટે મતદાન થવાનું છે. 59 બેઠકો માટે જ મતદાન થવાનું છે કારણ કે એક બેઠક પર ભાજપના ઉમેદવાર નિર્વિરોધ ચૂંટાઈ ગયા છે. 183 ઉમેદવારો વચ્ચે ચૂંટણીનો જંગ જામવાનો છે. નાગાલેન્ડની સીમાને પણ સીલ કરવામાં આવી છે.