2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. રાજકીય પાર્ટી દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. પરંતુ લોકસભાની ચૂંટણી પહેલા પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આ વર્ષે મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા તેમજ મિઝોરમમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. મુખ્ય ચૂંટણી આયોગ રાજીવ કુમારે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. પ્રેસ કોન્ફરન્સમાં તેમણે પાંચો રાજ્ય વિશે માહિતી આપી હતી કે આ રાજ્યોમાં કેટલા મતદાતાઓ છે, કેટલા મતદાતાઓ પહેલી વખત મતદાન કરવાના છે... કેટલા પોલિંગ બૂથ હશે તે અંગેની જાણકારી પણ રાજીવ કુમાર દ્વારા આપવામાં આવી છે.
આ તારીખો દરમિયાન યોજાવાની છે વિધાનસભા ચૂંટણી
મિઝોરમમાં 7 નવેમ્બરના રોજ ચૂંટણી યોજાવાની છે. છત્તીસગઢમાં પહેલા તબક્કાનું મતદાન સાત અને બીજા તબક્કાની ચૂંટણી 17 નવેમ્બરના રોજ યોજાશે. તેલંગાણામાં 30 નવેમ્બરે ચૂંટણી યોજાવાની છે. 23 નવેમ્બરના રોજ રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. મધ્યપ્રદેશમાં 17 નવેમ્બરના રોજ ચૂંટણી યોજાવાની છે. 3 ડિસેમ્બરના રોજ મતગણતરી બધા રાજ્યોની એકસાથે હાથ ધરાશે.
મધ્યપ્રદેશમાં 17 નવેમ્બરે લોકો કરશે મતાધિકારનો ઉપયોગ
રાજસ્થાનમાં 23 નવેમ્બરના રોજ યોજાશે ચૂંટણી
મિઝોરમમાં 7 નવેમ્બરે યોજાશે ચૂંટણી
તેલંગાણામાં 30 નવેમ્બરે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે
છત્તીસગઢમાં 7 અને 17 નવેમ્બરના રોજ મતદાન યોજાશે
3 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે