દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત, જાણો છેલ્લી ચૂંટણીમાં 5 રાજ્યોમાં કયા પક્ષે બાજી મારી હતી?


  • Published By :
  • Published Date : 2023-10-09 22:14:53

આજે કેન્દ્રીય ચૂંટણી પંચે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાતો કરી. આ રાજ્ય છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમ. ટૂંક સમયમાં આ રાજ્યોમાં ચૂંટણી થશે અને સરકારો રચાશે. આજે જે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ તે રાજ્યોમાં 2018માં ચૂંટણી થઈ હતી. છત્તીસગઢમાં બે તબક્કામાં મતદાન થયું હતું પણ બાકીના ચારેય રાજ્યોમાં એક જ તબક્કામાં મતદાન થયું હતું. પણ શું તમને ખબર છે કે આજથી પાંચ વર્ષ પહેલા આ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની સ્થિતિ શું હતી? તે પણ જાણવું જરૂરી છે. આ પાંચ રાજ્યમાં પાંચ વર્ષ પહેલા યોજાયેલી વિધાનસભા ચૂંટણીના શું પરિણામ આવ્યું હતું તે આ લેખમાં અમે તમને જણાવીશું.


રાજસ્થાન


રાજ્યો મુજબ વાત કરીએ તો રાજસ્થાનમાં 2018માં 199 ધારાસભ્યોએ વિધાનસભા ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. આ ચૂંટણીમાં કોંગ્રેસે 199માં શતક ફટકારી હતી અને ભાજપને 73 બેઠકો મેળવીને સંતોષ કર્યો હતો. 13 ધારાસભ્યો અપક્ષ ચૂંટાયા હતા, 6 ધારાસભ્યો માયાવતી બહેનની બસપામાંથી ચૂંટાયા હતા અને બાકી સ્થાનિક પક્ષોમાંથી 1-2 ધારાસભ્યો ચૂંટાયા હતા. રામગઢની ચૂંટણી મોકૂફ રહી હતી કારણ કે ત્યાં બસપાના ઉમેદવાર લક્ષ્મણસિંહનું હ્રદય રોગના હુમલાના કારણે નિધન થયું હતું. જો કે 2019માં રામગઢની બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ચૂંટણી જીત્યા હતા. 


મધ્ય પ્રદેશ


મધ્ય પ્રદેશની ચૂંટણી જબરદસ્ત રહી હતી કારણ કે ત્યાં કમલનાથ સીએમ બન્યા હતા પણ ટકી શક્યા નહોતા. વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને ભાજપથી પાંચ બેઠકો વધારે મળી હતી. ભાજપને 109 અને કોંગ્રેસને 114 બેઠકો મળી હતી. મધ્યપ્રદેશમાં કુલ 230 વિધાનસભા સીટ છે અને જીતવા માટેનો જાદુઈ આંકડો 116નો છે. બહુમતી હાસલ કરીને કોંગ્રેસે સરકાર બનાવી હતી. પણ સરકાર અડધો મહિનો તો માંડ ચાલી. જ્યોતિરાદિત્ય સિંધિયાએ બળવો કરીને કોંગ્રેસના 22 ધારાસભ્યોને રાજીનામા અપાવી દીધા હતા અને પછી બહુમતિ જતી રહેવાના કારણે કમલનાથને રાજીનામું આપી દેવું પડ્યું હતું. અંતે શિવરાજસિંહ ચૌહાણ જેને મધ્યપ્રદેશના લોકો મામા કહીને બોલાવે છે તેણે 127 ધારાસભ્યો સાથે સરકાર બનાવી હતી. આ સાથે શિવરાજસિંહ ચૌહાણ ચોથીવાર મધ્યપ્રદેશના મુક્યમંત્રી બન્યા હતા. 


છત્તીસગઢ


છત્તીસગઢની વિધાનસભા ચૂંટણી પણ મધ્યપ્રદેશ જેવી જ હતી કારણ કે ત્યાં 15 વર્ષ બાદ કોંગ્રેસના હાથમાં સત્તા આવી હતી. કુલ 90 બેઠકોમાંથી કોંગ્રેસને 68 અને ભાજપને 15 બેઠકો મળી હતી. બહુમતી મેળવ્યા બાદ ભૂપેશ બઘેલે સરકાર બનાવી હતી. હાલ કોંગ્રેસ પાસે 71 ધારાસભ્યો છે અને ભાજપ પાસે 13 ધારાસભ્યો છે. 


મિઝોરમ 


2018ની વિધાનસભા ચૂંટણમીમાં મિઝોરમમાં મિઝોનેશનલ ફ્રન્ટે 40 બેઠકોમાંથી 26 બેઠકો મેળવી હતી. આ સાથે જ એમએનએફએ 10 વર્ષ પછી ફરીવાર સત્તાનો સ્વાદ ચાખ્યો હતો. હાલ જોરામથાંગા મિઝોરમના મુખ્યમંત્રી છે. ભારતીય જનતા પાર્ટી પાસે અહીં એક ધારાસભ્ય છે અને કોંગ્રેસ પાસે અહીં પાંચ ધારાસભ્ય છે. 


તેલંગાણા


છેલ્લું રહ્યું એ રાજ્ય છે તેલંગાણા. ભારત રાષ્ટ્ર સમિતીએ 119 વિધાનસભા બેઠકોમાંથી 88 બેઠકો મળી હતી. કોંગ્રેસને 19 વિધાનસભા બેઠકો મળી હતી. હાલ મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવની ટીઆરએસ પાર્ટી પાસે 101 ધારાસભ્યો છે. 


એટલે કે પાંચ રાજ્યોમાં મધ્યપ્રદેશ ભાજપ ભાજપ શાસિત છે, રાજસ્થાન અને છત્તીસગઢ કોંગ્રેસ શાસિત છે, તેલંગાણામાં ટીઆરએસ છે. અને મિઝોરમમાં મિઝો નેશનલ ફ્રન્ટ છે. આ સરકારોમાં આગામી સમયમાં શું બદલાવો આવશે એ જોવાનું રહેશે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.