દેશના પાંચ રાજ્યો માટે વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. મતદાત પૂર્ણ થતાં આજે મતગણતરી હાથ ધરવામાં આવી. ત્રણ રાજ્યોમાં ભાજપની સરકાર બની રહી છે તેવું હાલના પરિણામ જોતા લાગે છે. ભાજપ અને કોંગ્રેસની ચર્ચાઓ થઈ રહી છે કે આ પાર્ટીના ઉમેદવાર આ સિટથી આગળ ચાલી રહ્યા છે કે આ સિટથી પાછળ ચાલી રહ્યા છે. દરેક જગ્યાઓ પર બે જ પાર્ટીના ઉમેદવારની ચર્ચા થઈ રહી છે કારણ કે આમ આદમી પાર્ટીના અનેક ઉમેદવારો એવા છે જેમણે ખાતું જ નથી ખોલાવ્યું, 200 જેટલા ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા પરંતુ તેમને કોઈએ મત નથી આપ્યા! મોટાભાગની બેઠકો પર AAPના ઉમેદવારોની ડિપોઝીટ પણ જપ્ત થઈ હતી.
આપના અનેક ઉમેદવારોની ડિપોઝિટ પણ જપ્ત થશે!
છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન તેમજ તેલંગાણા માટે આજે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. રાજસ્થાન, છત્તીસગઢ તેમજ મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર બની રહી છે. અનેક દિગ્ગજ નેતાઓ આ રાજ્યોમાં ચૂંટણી પ્રચારનો ધમધમાટ જોવા મળ્યો. ભાજપના તેમજ કોંગ્રેસના મોટા ચહેરાઓએ જનસભાઓ ગજવી. 200 જેટલા ઉમેદવારો આ ચૂંટણીમાં ઉભા રહ્યા હતા પરંતુ આમાંથી અનેક એવા ઉમેદવારો છે જેમણે ખાતું નથી ખોલ્યું. AAPએ મધ્યપ્રદેશની 70થી વધુ બેઠકો, રાજસ્થાનની 88 બેઠકો અને છત્તીસગઢની 57 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા. દિલ્હી અને પંજાબની જેમ કેજરીવાલે આ રાજ્યોમાં પણ મફત વીજળી, પાણી અને શિક્ષણનું વચન આપ્યું હતું. અનેક રેલીઓ અને રોડ શો કરવા છતાં પરિણામ શું આવ્યું તે આપણી સામે છે.
આપના ઉમેદવારો ખાતું પણ ખોલાઈ નથી શક્યા!
પંજાબ તેમજ દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સત્તા છે. જે જે જગ્યાઓ પર ચૂંટણી હોય છે ત્યાં આપના ઉમેદવારો ઉભા રાખે છે. ગુજરાતમાં પણ આપે ઉમેદવારો વિધાનસભા ચૂંટણી માટે ઉભા રાખ્યા હતા. ગુજરાતની જનતાએ આમ આદમી પાર્ટીના ઉમેદવારોને મત આપી તેમને ધારાસભ્યો બનાવ્યા. પંરતુ દેશના ચાર રાજ્યો માટે જ્યારે આજે પરિણામ આવ્યું ત્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવારો ખાતું પણ ખોલી ન શક્યા તેવા સમાચાર સામે આવ્યા છે. અરવિંદ કેજરીવાલ તેમજ ભગવંત માને રેલીઓ ગજવી પરંતુ તે મતમાં ફેરવાયા હોય તેવું નથી લાગી રહ્યું. 200 ઉમેદવારોમાંથી એક પણ ઉમેદવારે ખાતું ખોલાવ્યું નથી તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે.